ETV Bharat / city

Gujarat Assembly 2022 : વીજ ઉત્પાદન લઈને ઇલેક્ટ્રિક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ, કોંગ્રેસના પ્રશ્નો પર સરકારે આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) આજે ફરી કોંગ્રેસે પ્રશ્નનો ખડકલો કર્યો હતો. કોંગ્રેસે વિધાનસભામાં વીજળી, પેટ્રોલ-ડીઝલ, ઇલેક્ટ્રીક વાહન સહિત વિવિધ ક્ષેત્રને (Today Gujarat Assembly Debate) આવરી લઈને પ્રશ્નોતરી કરી હતી. જ્યારે કોંગ્રેસના પ્રશ્નો રાજ્ય સરકારે શુ પ્રત્યુતર આપ્યો જાણો....

Gujarat Assembly 2022 : કોંગ્રેસના વીજ ઉત્પાદન લઈને ઇલેક્ટ્રિક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ સુધીના પ્રશ્નો, સરકારે આપ્યો જવાબ

author img

By

Published : Mar 30, 2022, 6:09 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) ખેડૂતોને વીજળી બાબતે અનેક વખત કોંગ્રેસે વિરોધ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈને આજે રાજ્ય સરકાર વીજમથકો બાબતનો પ્રશ્ન કોંગ્રેસે વિધાનસભામાં પ્રશ્નોત્તરી માર્યા હતા. સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ઇલેક્ટ્રિક વાહન વિશે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સચિવાલયમાં ઇલેક્ટ્રિક વાહનો દૂર થઈ રહ્યા હોવાના પણ વિગતો સામે આવી હતી.

કરોડોની રકમ ચૂકવી વિજમાં - કોંગ્રેસના ધારાસભ્ય પૂનમ પરમારે સરકાર દ્વારા વિવિધ વીજ મથકોને ફિક્સ કોસ્ટ પેટે કેટલા રૂપિયાનું ચુકવણું કર્યું તે અંગે પ્રશ્નો કર્યા હતા. આ બાબતે રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા વીજ મથકોને સને 2020 અને 2021માં અનુક્રમે 11179.78 કરોડ અને 10,447.76 કરોડ મળી બે વર્ષમાં કુલ 2167.54 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી છે. પ્‍લાન્‍ટની ઉત્‍પાદન ક્ષમતા હોવા છતાં (BJP in Gujarat Assembly) ઉત્‍પાદન મેળવવામાં આવતું નથી. તેવા સમયે કરારની જોગવાઈ મુજબ પ્‍લાન્‍ટ દ્વારા દર્શાવવામાં આવેલા ઉપલબ્‍ધતા મુજબ ફિકસ કોસ્‍ટ ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો : Gujarat Assembly 2022 : 5 મેડિકલ કોલેજોની અરજી વર્ષોથી પડતર, સૌની યોજનામાં કરોડોનો ખર્ચ છતાં પણ યોજના પૂર્ણ નથી થઇ

"ઇલેક્ટ્રિક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ" - કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સૌર ઊર્જા આધારિત વાહનો બાબતનો (Congressional Questions in Legislature) પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, નવા સચિવાલય સંકુલ, ગાંધીનગર ખાતે સપ્‍ટેમ્‍બર-2015માં સૌર ઉર્જા આધારિત વાહનોની આંતરીક પરિવહન વ્‍યવસ્‍થા કરવામાં આવેલી છે. આ વ્‍યવસ્‍થા પાછળ 2.53 કરોડનો ખર્ચ કરવામાં આવેલી તેમ છતાં વાહનોની બેટરીલાફઈ પૂર્ણ થતા આ વ્‍યવસ્‍થા હટાવી લેવામાં આવી છે. બીજી બાજુ સરકાર સૌર ઉર્જા સંચાલિત વાહનોને પ્રોત્‍સાહન અને ઉપયોગ કરોડો રૂપિયાઓના ખર્ચાઓ કરે છે. બીજી બાજુ સરકારની તિજોરીમાંથી કરોડોના ખર્ચે બનાવેલા ચાર્જીંગ સ્‍ટેશન અને વાહનો સચિવાલય સંકુલમાં ગેટ નં.4ની પાસે ધુળ ખાય છે.

અનેક નિગમોમાં એમ.ડી. જ નથી - કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA in Assembly Today) કાળા ડાભીએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિગમમાં એમડીના નિમણૂંક બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેના રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, સામાજીક ન્‍યાય અને અધિકારિતા વિભાગ હેઠળના ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ 12મી જુલાઈ 2019, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 01 મી જુલાઈ 2019, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમમાં 1મી જાન્યુઆરી 2013, ગુજરાત ગોપાલક વિકાસ નિગમમાં 23મી જાન્યુઆરી 2020, ગુજરાત અલ્‍પસંખ્‍યક નાણા અને વિકાસ નિગમમાં 01 મી એપ્રિલ 2016 અને ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્‍યાંગ) નાણા અને વિકાસ નિગમમાં 23મી સપ્ટેમ્બર 2020 થી મેનેજીંગ ડિરેક્ટરની નિમણૂક બાકી છે.

આ પણ વાંચો : Gujarat Assembly 2022: ઉર્જા પ્રધાન કનું દેસાઈનું નિવેદનમાં AC ઓછું વાપરોની સલાહ, જેથી વીજળીનો બચાવ થાય

પાણી પુરવઠા અને સામાજિક ન્યાય વિભાગમાં આઉટસોર્સિંગ - પાણી પુરવઠા, સામાજીક ન્‍યાય અને અધિકારીતા, પેટ્રોકેમિકલ્‍સ, આરોગ્‍ય અને પરીવાર કલ્‍યાણ પ્રભાગ/વિભાગ હેઠળના બોર્ડ કોર્પોરેશનમાં 3170 જગ્‍યાઓ કોન્‍ટ્રાકટ/આઉટસોર્સીંગ ભરતી થયેલા કર્મચારીઓ/અધિકારીઓ ફરજ બજાવે છે. આ નિગમોમાં કાયમી ભરતી કરવામાં આવતી નથી. જેના કારણે બેરોજગારોને સરકારી નોકરી મળતી નથી. અને આવા આઉટસોર્સિંગથી (Today Gujarat Assembly Debate) ફરજ બજાવતા કર્મચારીઓનું શોષણ પણ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.