- ગાંધીનગર જિલ્લામાં 72મા પ્રજસત્તાક દિનની ઉજવણી કરાઈ
- મહેસુલપ્રધાન કૌશિક પટેલ રહ્યા હાજર
- કોરોના અને લોકડાઉનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરાયાગાંધીનગર
ગાંધીનગર: 26મી જાન્યુઆરીની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જો ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મહેસુલ પ્રધાન કૌશિક પટેલ હાજર રહ્યા હતા, ત્યારે ધ્વજવંદનના કાર્યક્રમ બાદ પોલીસ પરેડ યોજવામાં આવી હતી અને ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોરોના અને લોકડાઉનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પેરામેડીકલ સ્ટાફને અને પોલીસના કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
![ગાંધીનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kaushikpatelflaghosting_26012021120336_2601f_1611642816_870.jpg)
કોરોનાની આપવામાં આવી માહિતી
પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન રાજ્યના મહેસૂલ અને કૌશિક પટેલ પોતાના વક્તવ્યમાં કોરોના બાબતે મહત્વની જાણકારી આપી હતી. કૌશિક પટેલે જણાવ્યું હતું કે, જે રીતે દેશના અન્ય રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ હતી તેમાં હવે ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે. પરંતુ હજુ પણ અમુક જગ્યાએ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બહાર પાડેલ પ્રમાણે નિયમોનું પાલન કરવું પડશે સાથે જ તમામ લોકોએ માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હાથ વારંવાર ધોવા અને કોરોનાને હરાવવાની વાત કરી હતી.
![ગાંધીનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-04-kaushik-patel-video-story-7204846_26012021115332_2601f_01077_253.jpg)
7 દશક પહેલા બંધારણ અમલમાં આવ્યું
કૌશિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજથી સાત દશક પહેલાં 26 જાન્યુઆરીના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. પૂર્ણ સ્વરાજનો સંકલ્પ લીધા બાદ આપણા દેશવાસીઓ 1930થી 1947 સુધી દર વર્ષે 26 જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવતા હતા. તેથી વર્ષે 1950માં એ જ એક ઐતિહાસિક દિવસે આપણા ભારતના લોકોએ બંધારણના આદર્શોમાં આસ્થા વ્યક્ત કરતાં એક પ્રજાસત્તાક રૂપે પોતાની યાત્રા શરૂ કરી અને ત્યારથી દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉજવીએ છીએ.
દિલ્હીમાં ગુજરાતના ટેબ્લોએ ગુજરાતનું નામ પ્રખ્યાત કર્યું
કૌશિક પટેલ વધુમાં જણાવ્યું હતું કે, આજે દિલ્હીમાં જે રેલી યોજાઇ રહી છે અને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપાટથી શોભામાં અભિવૃદ્ધિ કરશે જે આપણા સૌના માટે ગૌરવ સમાન છે. ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણ વર્મા સહિત અનેક નામી અનામી સ્વતંત્ર વીરોએ દેશની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું, ત્યારે આપણે સહુ આજે તેમના બલિદાનને ગૌરવપૂર્વક યાદ કરી દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણ સ્વપ્નને ફળીભૂત કરવા પ્રતિબદ્ધ છીએ તેવું પણ વક્તવ્ય કૌશિક પટેલે આપ્યું હતું.