ETV Bharat / city

લિફ્ટમાં અકસ્માત સર્જાય તો લિફ્ટ ઑનરની જવાબદારી રહેશેઃ રાજ્ય સરકારનો નવો નિયમ

સરકારે લિફ્ટ બનાવતી કંપનીઓ માટે નવા નિયમો બનાવ્યા છે. લિફટ ઑનર (લિફ્ટ સ્થાપનના માલિક)ને લાઈટિંગ સર્કિટમાં સત્વરે આરસીબી પ્રસ્થાપિત કરવા તાકીદ કરવામાં આવી છે. આરસીબી પ્રસ્થાપિત કરાયા અંગેની જાણ સંબંધિત ચીફ ઈન્સ્પેકટર ઓફ લિફ્ટને તુરંત જ કરવાની રહેશે.

લિફ્ટમાં અકસ્માત સર્જાય તો લિફ્ટ બનાવનારી કંપની જવાબદારઃ રાજ્ય સરકારનો નવો નિયમ

author img

By

Published : Nov 4, 2020, 8:28 PM IST

  • સરકારે લિફ્ટ બનાવતી કંપનીઓ માટે જાહેર કર્યા નવા નિયમો
  • લાઈટિંગ સર્કિટમાં RCB પ્રસ્થાપિત કરવી પડશે
  • તમામ વિગતોની માહિતી ચીફ ઈન્સ્પેક્ટર ઓફ લિફ્ટને આપવી પડશે

ગાંધીનગર: રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષક દ્વારા સાર લિફટ અને તેના સ્થાપનાની વીજળી સલામતી સુનિશ્ચિત કરાવી લેવી અનિવાર્ય છે. એ જ રીતે લિફટ સ્થાપનોના માલિકોને લાઈટિંગ સર્કિટમાં સત્વરે આરસીબી પ્રસ્થાપિત કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

તમામ જવાબદારી લિફટ સ્થાપનના માલિકની

ગુજરાત લિફટ અને એસ્કેલેટર્સ એક્ટ, 2000 હેઠળ ઘડાયેલા નિયમો મુજબ રાજ્યમાં સ્થપાતા નવા લિફ્ટ સ્થાપન અને હાલમાં કાર્યરત લિફટ સ્થાપનોને સતત સલામત સ્થિતિમાં જાળવી રાખવાની અને તેમાં કોઈ અકસ્માત ન સર્જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી લિફ્ટ સ્થાપનના માલિકની રહે છે.

રાજકોટમાં કેબિન પર વીજ કરંટથી 2ના મોત

તાજેતરમાં રાજકોટ શહેરમાં લિફટની કેબિન પર વીજ કરંટ લીકેજ થવાના કારણે બે વ્યકિતઓના મૃત્યુ થયા હતા. લિફ્ટનો ઉપયોગ કરનારા લોકોને વીજ કરંટ લીકેજ સામે રક્ષણ પૂરૂં પાડવા માટે લિફટ-કાર કેબિનની લાઈટિંગ સર્કિટમાં 30 મિલી એમ્પિયરની સંવેદનશીલતાવાળુ અર્થ લીકેજ રક્ષણાત્મક ઉપકરણ એટલે કે, આરસીબી લગાવવામાં આવે તો આવા અકસ્માત બનવાની સંભાવના નિવારી શકાય તેમ છે.

રાજકોટની ઘટના બાદ નવો નિયમ

રાજ્યમાં કાર્યરત તમામ લિફટ સ્થાપનોના માલિકોને અને લિફટનું ઈરેકશન તથા મેઈન્ટેનન્સ કરવા માટે અધિકૃત કરાયેલા સરકાર માન્ય એજન્સીઓને તેમની માલિકી-મેઈન્ટેનન્સ હેઠળની લિફ્ટની સલામતી જાળવવા અને વીજળી અકસ્માત નિવારવા માટે લિફ્ટ કાર-કેબિનની લાઈટિંગ સર્કિટમાં સત્વરે આરસીબી પ્રસ્થાપિત કરવા આથી તાકીદ કરવામાં આવે છે અને લીફ્ટ સ્થાપનમાં આરસીસીબી પ્રસ્થાપિત કરાયા અંગેની જાણ સંબંધિત ચીફ ઈન્સ્પેકટર ઓફ લિફટને તરત જ કરવા વિનંતી કરી છે. લિફ્ટનો ઉપયોગ કરનારા નાગરિકોની સલામતી જળવાય તે માટે સહકાર આપવા તમામ સંબંધિતોને વિનંતી પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.