ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે સૌથી વધુ ચર્ચા ખેડુત લક્ષી કરવામાં આવી હતી. આ બાબતે રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેર કર્યું હતું કે, રાજ્યના ખેડૂતોને આજ દિન સુધીમાં 28 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે. જેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે આગામી ભવિષ્યમાં પણ જે બાકી રહી જતા ખેડૂતો છે. તેઓને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
આ સાથે જ કમોસમી વરસાદમાં જે ખેડૂતોને નુકસાન થયું હતું. તેવા 32 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. અને આજ દિન સુધીમાં 25.18 લાખ ખેડૂતોના ખાતામાં સીધી રીતે કુલ 1895.95 કરોડની રકમ સહાય પેટે ચૂકવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે મગફળીની ખરીદી માટે જે સમય આપ્યો હતો. તે આવતીકાલે પૂર્ણ થાય છે. રાજ્યમાં મગફળીની ખરીદી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ખેડૂતોને મગફળીના 1,662 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. તે સાથે જ કોઇ પણ પ્રકારની ફરિયાદો પણ સામે આવી નથી. જ્યારે કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે પણ ખેડૂતોના ખાતામાં સીધી રકમ જમા થઈ છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારની કેબિનેટ બેઠકમાં ખેડૂતોના નાના મુદ્દા સિવાય LEDના મહિલા ઉમેદવારોના આંદોલન ઉપર આદિવાસી સમાજના સર્ટીફીકેટ બાબતે તથા અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાબતે પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.