ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) રાજ્યપાલના પ્રવચન બાદ ચર્ચા અને આભારમાં આજે છેલ્લો દિવસ હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ અમદાવાદના બે મુદ્દા ઉપર પ્રશ્ન કર્યા હતા. જેમાં અમદાવાદમાં અનેક એવા મકાનો અને દુકાનો છે કે, જેની બીયુ પરમિશન (BU Permission)નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમસ્યા હલ કરીને જૂની સિસ્ટમ એટલે ઇમ્પેક્ટ ફીનો કાયદો ફરી બોલાવવો જોઇએ જ્યારે SVP હોસ્પિટલની કામગીરી પર પણ સવાલ કર્યા હતા.
SVPમાં માં કાર્ડ જ ચાલતું નથી
ગુજરાત વિધાનસભા ગૃહમાં અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ SVP હોસ્પિટલ (Sardar Vallabhbhai Patel Institute of Medical Sciences and Research )બાબતે પણ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું, જેમાં ખેડાવાલા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં SVP હોસ્પીટલએ કોરોનાના સમયમાં ખૂબ જ સારી કામગીરી કરી છે, પરંતુ આ હોસ્પિટલની કેપેસિટી 1400 દર્દીઓ હોવા છતાં માત્ર 200 દર્દીઓ અત્યારે ત્યાં સારવાર માટે આવે છે, કારણ કે SVP હોસ્પિટમાં આયુષ્યમાન કાર્ડ (Ayushman Card)અને માં કાર્ડ (MAA Card)સ્વીકારવામાં આવતા નથી. જેના કારણે ગરીબો આ હોસ્પિટલનો લાભ મેળવી શકતા નથી ત્યારે રાજ્ય સરકાર SVP હોસ્પિટલમાં આ કાર્ડ માન્ય ગણવામાં આવે તેવી તાત્કાલિક ધોરણે નિર્ણય લે તેવી પણ વાત કરી હતી.
ઈંપેક્ટ ફી લાવો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોટ વિસ્તારમાં ખાસ કરીને F S સાઈઝ વધારવા માટે સરકાર નવા નિયમો બનાવીએ જેથી કરીને લોકો પોતાના મકાન કાયદેસર (Building legal) રીતે પ્લાન મંજૂર કરીને બનાવી શકે. અમદાવાદ શહેરમાં વિશાલા સર્કલથી સરખેજ સુધી ટ્રાફિકના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જેથી વિશાલા સર્કલથી સરખેજ સુધી બ્રિજ બનાવવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સરકારમાં ઈમ્પેક્ટ ફીનો (Impact Fees Law) કાયદો લાવવામાં આવેલ તે કાયદો વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ લાવવામાં આવે તેવી પણ માંગ ઈમરાન ખેડાવાલાએ કરી હતી.
આ પણ વાંચો: આયુષ્યમાન કાર્ડ કૌભાંડ મામલે 9 લોકો સામે ફરિયાદ, 6ની ધરપકડ
સરકારી ભરતી જલ્દી કરો
જ્યારે પક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યપાલના પ્રવચનમાં વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારમાં અનેક સરકારી ભરતીઓ બાકી છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે ત્યારે GIDC પણ પૂરતા પ્રમાણમાં શરૂ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં મનરેગાના હેઠળ 229 રૂપિયા પ્રતિ દિવસના ચૂકવવામાં આવે છે તે વધારીને 329 કરવામાં આવે છે જ્યારે આશાવર્કર હોમગાર્ડને કોન્ટ્રાક્ટ પર કામ કરતાં તમામ કર્મચારીઓને કાયમી કરવાની માંગ પણ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો: International Women's Day: પાટણમાં આશાવર્કર મહિલાઓએ પોતાની આશાપુરી કરવા માંગ કરી
અનિલ જોશીયારાને યાદ કરાયા
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારા ખરાબ તબિયતના કારણે હાજર રહી શક્યા નથી ત્યારે રાજ્યના ભાજપના મહેસૂલ પ્રધાન (BJP revenue minister Gujarat)રાજેન્દ્ર ત્રિવેદીએ ચર્ચા કરતા શરૂઆતમાં જ તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA)અનિલ જોષીયારાને યાદ કર્યા હતા વીર ઝારા અત્યારે ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ છે..