- કેબિનેટ કક્ષાના પ્રધાનની સામાજિક સેવા
- શુભેચ્છામાં મોંઘા બૂકે નહીં પરંતુ બૂક સ્વીકારે છે પ્રધાન
- 27,000 નોટબૂક ભેગી થઈ, ગરીબ પરિવારના બાળકને બુક્સ ફ્રી આપશે
ગાંધીનગરઃ તાજેતરમાં જ નિયુક્ત કરાયેલા ગ્રામ, ગૃહ નિર્માણ અને કેબિનેટકક્ષાના પ્રધાન અર્જુનસિંહ ચૌહાણને (Cabinet Mitister Arjunsinh Chauhan) જો તમારે શુભેચ્છા પાઠવવી હશે તો મોંઘા બૂકે નહીં પરંતુ બૂક (Notebook)લઈને જવું પડશે. કેમ કે, તેમને પોતાની કેબિનમાં જ સ્પષ્ટ નિવેદન આપી સુચનારૂપી ફોટો સાથે લખ્યું છે કે "બૂકે નહીં નોટબૂક આપીએ, વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ પાડીએ." રૂ 1000 કે રૂ. 2000 બુકે લોકો આપતાં હોય છે જે કોઈ કામ આવતાં નથી પરંતુ 100 રૂપિયાની નોટ બૂક કામ જરૂર આવશે. આ વિચાર સાથે અર્જુનસિંહે ETVBHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને અપાશે નોટબૂક
Cabinet Mitister Arjunsinh Chauhan જે કન્સેપ્ટ અપનાવ્યો એ વિચાર જો તમામ પ્રધાનો કે પછી રાજ્યના 182 ધારાસભ્યો અપનાવે તો ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના નોટબૂકનો (Notebook)ખર્ચ પણ બચી શકે છે અને તેમને આર્થિક મદદ મળી રહેશે. અર્જુનસિંહ અત્યારે તેમની કેબિનમાં એક પણ બૂકે સ્વીકારતા નથી. જેથી લોકો પાસેથી બૂકેના સ્થાને નોટબૂક લે છે. 10 દિવસમાં તેમને 27,000 નોટબૂક મળી છે. જે તેઓ ધોરણ 10થી 12ના ગરીબ બાળકોને આગામી સમયમાં આપશે.
પ્રશ્ન : બુકે નહીં પરંતુ બુક આપો આ કન્સેપ્ટ આપને કેવી રીતે આવ્યો?
જવાબ : મોદી સાહેબનો વિચાર હતો બૂકે નહીં પરંતુ Notebook. આ જ વિચાર પર આગળ વધીને મારું સ્વાગત કરવા લોકો ફૂલહાર કે બૂકે લઈને લોકો આવતા હોય છે પરંતુ જીવનમાં જે લોકો કે શુભેચ્છકો છે તેમને મેસેજ મોકલ્યો સ્વાગત બૂકેથી નહીં પરંતુ નોટબૂકથી થાય. ગુજરાત સરકારની નિશુલ્ક પાઠ્યપુસ્તક આપ્યા છે તો આપણે પૂરક થવાનો પ્રયત્ન કરીએ. તે હેતુથી આ વિચારને ધ્યાનમાં રાખી તેને અમલમાં મૂક્યો.
પ્રશ્ન : જરૂરિયાતમંદ બાળકોને આપવા કેટલી બુક્સ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે.
જવાબ : 27 હજારથી વધુ ફૂલસ્કેપ બૂક અમને મળી છે. આવનાર સમયમાં શરૂઆતમાં જરૂરિયાતમંદ બાળકોની ઓળખ ચાલુ છે. તેમની યાદી બની રહી છે. આવનાર સમયમાં મોટો કાર્યક્રમ કરીને ત્રણથી ચાર હજાર પરિવારના બાળકો છે તેમને આ ચોપડાનું ઉતરાણ કરીશું. આંગળી ચીંધ્યાનું પુણ્ય લેવાનો અમારો આ પ્રયત્ન છે. 30,000 નજીક Notebook પહોંચી ગઈ છે ત્યારબાદ જરૂરિયાતમંદને આપીશું.
પ્રશ્ન : તમારો કન્સેપ્ટને જોઈ અન્ય કોઈ તમારા સાથી પ્રધાન આ પ્રકારનો કન્સેપ્ટ અપનાવવાના છે?
જવાબ : અમારી બેઠકમાં અમે જ્યારે વાત કરી ત્યારે જગદીશ પંચાલ સાહેબે મને શુભેચ્છા આપી હતી અને સારા કામ માટે શુભેચ્છાપત્ર આપ્યો હતો. સીએમ સાહેબની હાજરીમાં આ વાત મૂકી હતી ત્યારે સૌ કોઈએ પાટલી થપથપાવી હતી. આ વિચાર અમારા માટે આવકાર્ય છે અને આવનાર સમયમાં બધાંએ કરવું જોઈએ તેવું સી.એમ. ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું છે.
આ પણ વાંચોઃ ખેડાના કપડવંજ ખાતે 4.33 કરોડના વિકાસ કાર્યનું થયુ લોકાર્પણ
આ પણ વાંચોઃ નવનિયુક્ત પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ સાથે ખાસ વાતચીત