ગાંધીનગર : જે દિવસથી દેશમાં લોકડાઉન જાહેર થયું છે ત્યારથી પોલીસ લૉક ડાઉનને કડક અમલી બનાવવા માટે સતત બંદોબસ્તમાં જોવા મળી રહી છે. પરંતુ ગઈકાલે અમદાવાદ, સૂરત અને વડોદરા પોલીસ અને મેડિકલ ટીમ ઉપર હુમલા થયાં હતાં. જેને ધ્યાનમાં લઇને રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોલીસ ઉપર અથવા તો મેડીકલ ટીમ પર હુમલો કરશે તો પાસા એક્ટ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 15 વિસ્તારોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યાં છે તેવા hotspot વિસ્તારમાં વધુ પોલીસ ફોર્સ ઉતારવામાં આવશે. જ્યારે લૉક ડાઉનમાં જે લોકો અંદરના વિસ્તારમાં ટહેલવા નીકળે છે ત્યાં પણ હવે પોલોસ દ્વારા હાઈરાઈઝ પોઇન્ટ મૂકવામાં આવ્યાં છે. જેનું દૂરબીનથી સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ ફાયદો નથી. પોલીસ લૉક ડાઉનનો કડક અમલ તો કરાવશે જ.
ગઇકાલ (તા.10/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત
જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 3059 કવોરેન્ટીન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) : 829, અન્ય ગુનાઓ : 392, (રાયોટીંગ/Disaster Management Actના) આરોપી અટકની સંખ્યા : 6392 જપ્ત વાહનોની સંખ્યા : 2742, ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 487, CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 84, અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 28 |