ગાંધીનગરઃ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે યુવતી વતનથી પરત ફરી પછી કોલેજ કેમ્પસમાં અલગ ક્વોરન્ટાઈન કરાઈ હતી. જે બાદ 6 જુલાઈને રોજ તેની લાશ રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. જોકે યુવતીએ 3 જુલાઈની રાત્રે આપઘાત કર્યો હોવાની શંકા છે, કારણ કે 3 જુલાઈની સાંજ પછી તેને કોઈના ફોન રિસિવ કર્યા ન હતાં. તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં અંગ્રેજી ભાષામાં ‘હું દુનિયાને અલવિદા કરું છું. મારું બોડી ડોનેટ કરી દેજો, લેબોરેટરીનો સામાન લેબોરેટરીમાં અને પૂજાનો સામાન કોલેજના પૂજા ઘરમાં આપી દેજો.’ આ સમગ્ર મુદ્દાને કોઈને કોઈ રીતે દબાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ સોશિયલ મીડિયામાં એક કેમ્પેઈન શરૂ થતાં સમગ્ર મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે.
!['હું દુનિયાને અલવિદા કરું છું મારું બોડી ડોનેટ કરી દેજો' કહી IITની વિદ્યાર્થિનીનો આપઘાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7974801_aapghat_7205128.jpg)