ETV Bharat / city

ઐતિહાસિક ક્ષણ : 6 ગુજરાતી મહિલાઓ Tokyo Olympicsમાં ભાગ લેશે - પારુલ પરમાર

ગુજરાત અને મહારાષ્ટ્ર 1 મે 1960થી અલગ થયાં ત્યારથી આજદિન સુધીમાં એક પણ રમતવીર ઓલિમ્પિકમાં ગુજરાતનું નેતૃત્વ ન હતું. પરંતુ 23 જુલાઇથી જાપાનના ટોક્યો ખાતે શરૂ થઇ રહેલી ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ગુજરાતની 6 મહિલાઓ ઓલિમ્પિક દેશ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.. જ્યારે પેરા ઓલિમ્પિકમાં ગુજરાતની બે દિવ્યાંગ મહિલા પણ ટેબલ ટેનિસ ઇવેન્ટમાં પસંદગી પામી છે..

ઐતિહાસિક ક્ષણ :  6 ગુજરાતી મહિલાઓ Tokyo Olympicsમાં ભાગ લેશે

author img

By

Published : Jul 2, 2021, 7:37 PM IST

  • ગુજરાતનું નામ વિશ્વફલક પર ફરકશે
  • ગુજરાતની 6 મહિલાઓ ઓલમ્પિકમાં ભાગ લેશે
  • 2 દિવ્યાંગ મહિલા પણ ટોકિયો જશે
  • 23 જુલાઈથી Tokyo Olympics થશે શરૂ

    ગાંધીનગર : ગુજરાતની છ મહિલાઓ જાપાન ખાતે 30 જુલાઈના રોજ શરૂ થનાર ઓલિમ્પિકમાં પસંદગી પામી છે.આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની આ રમત વીરાંગનાઓને અભિનંદન પાઠવ્યાં હતાં સાથે જ Tokyo Olympicsમાં આવી અવલ સ્થાનમાં મેળવવા માટેની પણ શુભેચ્છા આપી હતી. જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના છ ખેલાડીઓ આગામી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે તેમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે.
    મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની આ રમત વીરાંગનાઓને અભિનંદન પાઠવ્યાં હતાં

આ પણ વાંચોઃ Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની

ગુજરાતની 6 મહિલાઓની યાદી

1. માના પટેલ સ્વિમિંગમાં

2. એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં

3. અંકિતા રૈના ટેનિસ

4. સોનલ પટેલ પેરા ટેબલ ટેનિસ

5. ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ

6. પારુલ પરમાર પેરા બેડમિન્ટન

રાજયમાં સ્પોર્ટ્સનું વૈશ્વિક માળખું તૈયાર થશે

સીએમ રૂપાણીએ (CM Rupani) જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું પરિણામ આવ્યું છે. રાજ્યમાં સ્પોર્ટ્સ વૈશ્વિક કક્ષાનું માળખું ઉભું કરીને ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા અને આંતરરાષ્ટ્રીયસ્તરે કોમ્પિટિટિવ બને તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નીતિને આ સિદ્ધિ નવું બળ આપશે.

આ પણ વાંચોઃ જાપાનઃ પેરાલિમ્પિક્સમાં કવૉલીફાઈ થનાર ભાવિના પટેલ, સોનલ પટેલ અને કોચ લાલન દોશી સાથે ETV Bharatનો Exclusive interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.