ETV Bharat / city

કોરોના અંગે સરકારનું કડક વલણ, આગામી દિવસોમાં શરૂ થશે નવી ડ્રાઈવ - Corona Vaccination in Gujarat

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં (Video conference of Union Ministry of Health) રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કોન્ફરન્સમાં કોરોનાના કેસ (Corona Cases in Gujarat) સહિત અન્ય મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. આ અંગે આરોગ્ય પ્રધાને સમગ્ર માહિતી આપી હતી.

કોરોના અંગે સરકારનું કડક વલણ, આગામી દિવસોમાં શરૂ થશે નવી ડ્રાઈવ

author img

By

Published : Jun 13, 2022, 3:28 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ (Corona Cases in Gujarat) વધી રહ્યા છે. ત્યારે દેશમાં ફરીથી કોરોનાનો આંક ચિંતાજનક ન થાય તે માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે આજે (સોમવારે) દેશના તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સ (Video conference of Union Ministry of Health) યોજી હતી. જેમાં કોરોનાના વધતા કેસ, અંધત્વ નિવારણ (Prevention of blindness), ટીબીના કેસ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સરકારે વધતા કોરોનાના કેસની સમીક્ષા (Corona Cases in Gujarat) કરી હતી.

શાળાઓ શરૂ થતાં શાળામાં વેક્સિન ડ્રાઈવ શરૂ કરાશે

શાળાઓ શરૂ થતાં શાળાઓમાં વેક્સિન ડ્રાઈવ શરૂ કરાશે - રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કેન્દ્ર સરકાર સાથેની વીડિયો કોન્ફરન્સ (Video conference of Union Ministry of Health) પૂર્ણ થયા પછી પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કોરોનાના કેસમાં સતત વધારો (Corona Cases in Gujarat) થઈ રહ્યો છે. તે બાબતની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જોકે, આજથી બાળકોની સુરક્ષા માટે ધ્યાનમાં લઈને શાળાઓ શરૂ થઈ છે. ત્યારે શાળાઓમાં પણ કોરોના રસીકરણની ડ્રાઈવ (Corona Vaccine Drive in Gujarat) યોજવામાં આવશે. જેથી કોઈ પણ બાળક કોરોના વેક્સિનથી વંચિત રહે નહીં.

આ પણ વાંચો- સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ

તમામ જિલ્લામાં ફરી વેક્સિન ડ્રાઈવ - રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જે રીતે કેસમાં સતત (Corona Cases in Gujarat) વધારો થયો છે. તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર તમામ પ્રકારના પગલાં લઈ રહી છે. જ્યારે હજી પણ સમગ્ર રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન્સ યથાવત્ છે. જ્યારે કોઈ પણ પ્રકારની ઢીલ આપવામાં આવી નથી, જેથી તમામ વ્યક્તિઓએ ફરજિયાત માસ્ક અને સામાજિક અંતર રાખવું જરૂરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે તમામ જિલ્લાઓમાં રસીકરણની ડ્રાઈવ ફરીથી શરૂ (Corona Vaccine Drive in Gujarat) કરવામાં આવશે અને જે લોકો બાકી રહી ગયા છે. તે તમામ નાગરિકોને કોરોનાની રસી (Corona Vaccination in Gujarat) આપવામાં આવશે

આ પણ વાંચો- Corona cases in Gujarat: ક્યાં છે માસ્ક ક્લ્ચર લોકોમાં, ક્યારે રોકાશે આ કોરોના

કોરોનાના કેસની થઈ સમીક્ષા - આરોગ્ય પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ કઈ રીતે ઘટે તે બાબતની સમીક્ષા માટે રાજ્ય સરકાર સતત બેઠકો યોજી રહી છે અને તમામ જરૂરી પગલાં પણ લેવાઈ રહ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ફરીથી કોરોનાની ગાઈડલાઈન્સનો કડકમાં (Corona Guidelines કડક અમલ શરૂ કરવામાં આવશે.

અંધત્વ અને ટીબી કેસની ચર્ચા - કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં અંધત્વ અને ટીબીના કેસ ઘટી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તમામ રાજ્યના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવ હાજર રહ્યા હતા. સાથે જ અંધત્વના કેસ અને ટીબીના કેસ ઓછા થાય તથા જેટલા પણ ઓપરેશન કરવાના થાય છે. તે ઓપરેશન વહેલી તકે થાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.