- હાર્દિક પટેલ ગુમ : કોંગ્રેસના રાજ્યવ્યાપી પ્રદર્શનમાં ક્યાંય ન દેખાયા
- કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં હાર્દિક પટેલની ગેરહાજરી
- અગાઉ રાજભવન ઘેરવાના કાર્યક્રમમાં હતાં ગેરહાજર
ગાંધીનગર : જાસૂસી કાંડ અને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવાનું સૂચન કોંગ્રેસના ( Congress ) પ્રમુખ અને નેતાઓના આગેવાનોને સૂચના આપી હતી .ત્યારે આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ગાંધીનગર સરકીટહાઉસથી રાજ ભવન સુધી ચાલતાં ચાલતાં રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં અમુક કાર્ય કરતાં પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને પોલીસે અટકાયત પણ કરી હતી. પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલ ( Hardik Patel ) ફરીથી ગેરહાજર રહ્યાં હતાં.
હાર્દિક પટેલની સતત ગેરહાજરી
મહત્વની વાત કરવામાં આવે તો આજે રાજ્ય કોંગ્રેસના ( Congress ) સિનિયર નેતાઓ દ્વારા રાજ્યપાલ દેવવ્રત આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે 70થી વધુ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે એકઠા થયા હતાં. પરંતુ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ( Hardik Patel ) જ ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે હાર્દિક પટેલની ગેરહાજરી હોવા છતાં કોંગ્રેસના એક પણ નેતાએ હાર્દિક પટેલને યાદ પણ કર્યા ન હતાં.
હાર્દિક પટેલને લઇને વધુ એકવાર તર્કવિતર્ક સર્જાયાં હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા છે, અંગત કારણોસર રહ્યાં હશે ગેરહાજર : મનીષ દોષીગુજરાત કોંગ્રેસના ( Congress ) પ્રવક્તા મનીષ દોશીએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈપણ ધરણા પ્રદર્શન અથવા વિરોધના કાર્યક્રમ હોય તે માટે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તથા તમામ આગેવાનો નેતાઓ હાજર હોય છે અને તેમના આયોજન પ્રમાણે જ તમામ નેતાઓને પણ સૂચના આપવામાં આવે છે. હાર્દિક પટેલ ( Hardik Patel ) પોતાના અંગત કારણોસર ગેરહાજર રહ્યાં હોવાની વાત પણ મનીષ દોશીએ કરી હતી..
કોંગ્રેસમાં જૂથવાદ છે : યમલ વ્યાસ ભાજપ પ્રવક્તા આજના વિરોધના ગુજરાત કોંગ્રેસના ( Congress ) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ( Hardik Patel ) ગેરહાજર રહ્યાં હતાં તે બાબતે ભાજપના મુખ્ય પ્રવકતા Yamal Vyas સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની અંદર જૂથવાદ છે. જૂથવાદના કારણે જ અમુક નેતાઓ જોવા મળતા નથી. આ કોંગ્રેસનો આંતરિક મામલો હોવાની વાત પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવક્તા Yamal Vyas એ કરી હતી..
વિરોધ પ્રદર્શનમાં હાર્દિક પટેલની પહેલાં પણ ગેરહાજરી કોંગ્રેસના ( Congress ) આજના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ અને રાજ્યપાલને આવેદન દરમિયાન કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ( Hardik Patel ) ગેરહાજર રહ્યાં હતાં. ત્યારે આ પ્રથમ વખત નથી. પરંતુ અગાઉ પણ જ્યારે કોરોનાની પ્રથમ લહેર શાંત થઇ ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા રાજભવન ધરણા કરવાની ચીમકી આપવામાં આવી હતી આ દરમિયાન પણ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યાં હતાં. આમ આવા અનેક કાર્યક્રમમાં હાર્દિક પટેલની ગેરહાજરી સતત જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ શા માટે કોંગ્રેસમાં હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખનું પદ નથી મળી રહ્યું ?
આ પણ વાંચોઃ સેસન કોર્ટે હાર્દિક પટેલને એક વર્ષ માટે ગુજરાત બહાર જવાની આપી મંજૂરી