ETV Bharat / city

ગુજરાતની ગૌરવસિદ્ધિ : યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ - ધોળવીર વિશ્વ ધરોહર સ્થળ

ગુજરાતની ગૌરવસિદ્ધિમાં વધુ એક નવતર સિમાચિન્હ ઉમેરાયું છે. યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની પ્રાચીન વિરાસત-સંસ્કૃતિને વિશ્વ ફલક પર ગૌરવ અપાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આભાર વ્યકત કર્યો હતો.

યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ

author img

By

Published : Jul 27, 2021, 8:15 PM IST

  • ગૌરવસિદ્ધિમાં વધુ એક નવતર સિમાચિન્હ ઉમેરાયું
  • ધોળાવીરા 4,500 વર્ષ જુનું શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત
  • વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતની 4 સાઈટ

ગાંધીનગર : યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન આપીને યુનેસ્કોએ ગુજરાતને 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ધરાવતા રાજ્યનું ગૌરવ પ્રદાન કર્યુ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં માન્યતા મળતા ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં માન્યતા મળતા પ્રવાસન ક્ષેત્રે પણ આ સાઇટ્સને વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો: UNESCO દ્વારા ધોળાવીરાની હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

મુખ્યપ્રધાને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ઘટનાને સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવતાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવીને વિશ્વભરના પ્રવાસન, સંસ્કૃતિ પ્રેમીઓને કચ્છમાં આવવા પ્રેરિત કર્યા અને સાથોસાથ આ પ્રાચીનત્તમ નગર ધોળાવીરા પણ પૂરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુખ્યપ્રધાને વડાપ્રધાનનો આ માટે સૌ ગુજરાતીઓ વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો છે.

ધોળાવીરાની કેટલીક ખાસિયતો

કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે 4,500 વર્ષ જુની શ્રેષ્ઠનગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત છે. આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહેજો દરો અને હડપ્પાની જેમ જ ઇંટ નહિ, પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી, જે આજે પણ ઉદાહરણ રૂપ છે.

આ પણ વાંચો: કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ હવેથી અપાશે સહાય : રાજ્ય સરકાર

ગુજરાત 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ધરાવતું રાજ્ય

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ગુજરાતને 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ધરાવતા રાજ્યનું પણ ગૌરવ મળ્યું છે. આ અગાઉ 2004માં ચાંપાનેર, 2014માં રાણકી વાવ, 2017માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળેલી છે. હવે, 2021માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એકવાર ચમકવાની સિદ્ધિ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.