ETV Bharat / city

Gujarati Language Circular: રાજ્ય સરકારનો મહત્વનો આદેશ, સરકારી વિભાગો-સાર્વજનિક સ્થળો પર ફરજિયાત ગુજરાતીમાં બોર્ડ રાખવા પડશે - ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓ

રાજ્યની સરકારી કચેરીઓ પર ગુજરાતી ભાષામાં બોર્ડ અને માહિતી રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સાથે જ સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષામાં માહિતી રાખવાનો પરિપત્ર (Gujarati Language Circular) જાહેર કરવામાં આવ્યો છે.

Gujarati Language Circular: રાજ્ય સરકારનો મહત્વનો આદેશ, સરકારી વિભાગો-સાર્વજનિક સ્થળો પર ફરજિયાત ગુજરાતીમાં બોર્ડ રાખવા પડશે

author img

By

Published : Feb 19, 2022, 3:16 PM IST

ગાંધીનગર: વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ (dominance of english language in india) તમામ જગ્યાએ જોવા મળી રહ્યું છે અને ગુજરાતની માતૃભાષા ગુજરાતીનું ચલણ ઓછું થયું છે ત્યારે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા એક ખાસ પરિપત્ર (Gujarati Language Circular) જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓ-વિભાગો સાર્વજનિક સ્થળો અને ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં બોર્ડ અને માહિતી (Information in Gujarati language at Public places) રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

શું છે નોટિફિકેશન?

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના પરીપત્ર (Circular By Gujarat Government) પર નજર કરવામાં આવે તો નોટિફિકેશનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના સરકારી કાર્યાલયો (Government Offices of Gujarat State) અને સાર્વજનિક સ્થળોએ જ્યાં જ્યાં નામ સૂચના માહિતી દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી-હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે.

આ પણ વાંચો: CM Patel Launch New Scheme: CMએ ટેક્સમાં રાહત આપતી યોજના શરૂ કરવા કર્યો નિર્ણય, કેટલો ફાયદો થશે જુઓ

અંગ્રેજી-હિન્દી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત

સરકારી પરિપત્રો પ્રમાણે ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેવા કે સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્ક્વેટ, હોલ, શાળા-કોલેજ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ, હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ, બેંક, વાંચનાલયો, બગીચાઓ આ તમામ જગ્યાઓ પર નામ, સૂચના, માહિતી, દિશા-નિર્દેશ લખેલા હોય તે સર્વે લખાણોમાં અંગ્રેજી-હિન્દી સાથે ગુજરાતી ભાષાનો પણ ફરજિયાત ઉપયોગ (Mandatory use of Gujarati language) કરવાનો રહેશે.

આ પણ વાંચો: CM Bhupendra Patel Blog : પ્રવાસન, યાત્રાધામ અને કચ્છના સરહદી વિસ્તાર માટે કરી મહત્વની વાત

કોર્પોરેશન વિસ્તારમાં નિયમ લાગુ કરવામાં આવ્યો

રાજ્ય સરકારના વિભાગના નોટિફિકેશન પ્રમાણે શરૂઆતના તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ જેવી કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર જેવા શહેરોમાં આ પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે. જ્યારે આના અમલીકરણ માટેની જવાબદારી જે તે સરકારી કચેરીના ખાતાના વડાની રહેશે. આ ઉપરાંત કોર્પોરેશનમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર અને મુખ્ય કારોબારી અધિકારીની સરકારી પરિસર, ખાનગી માલિકીના અનેક સ્થળો ઉપર ચકાસણીની જવાબદારી રહેશે.

1 મેં 1965માં પ્રથમ નોટિફિકેશન

ગુજરાત રાજ્યની સ્થાપના (Formation of Gujarat State) 1 મે 1960ના દિવસે થઈ હતી. ત્યારબાદ ગુજરાતી ભાષાના પ્રાધાન્ય અને તેના બહોળા પ્રચાર માટે 1 મે 1965થી સચિવાલયના સર્વે વિભાગો તેમજ જિલ્લા-તાલુકા કક્ષાએ ગુજરાતી ભાષાનો જ ઉપયોગ થાય તેવી સૂચનાઓ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.