ETV Bharat / city

ભાજપે મનહર્યું : પાટિલના હસ્તે પાર્ટીના બન્યા ઉધાસ - ભાજપ કાર્યાલય કમલમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને( Gujarat Assembly Election 2022 )લઈ અત્યારથી જ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. તો વળી દિવસેને દિવસે જાણીતી હસ્તીઓ ભાજપનો ખેસ ધારણ કરી રહી છે. તેવામાં સંગીતની દુનિયામાં મોટું નામ ધરાવતા મનહર ઉધાસે હવે કેસરીયો ધારણ(Manhar Udhas joined BJP ) કર્યો હતો. આ સાથે જ, બીજા પણ અનેક કલાકારો ભાજપમાં જોડાયા છે.

ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉદાસ ભાજપમાં જોડાયા

author img

By

Published : Aug 2, 2022, 5:07 PM IST

Updated : Aug 2, 2022, 7:22 PM IST

અમદાવાદ: 2022ની વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )પહેલા ભારતીય જનતા પાર્ટીની (Bharatiya Janata Party )ભરતી ઝુંબેશ ચાલી રહી છે. આજે પ્રખ્યાત ગઝલ ગાયક મનહર ઉધાસ ભાજપમાં જોડાયા (Manhar Udhas joined BJP ) છે. આજે, પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મનહર ઉધાસને કેસરીયો પહેરાવીને ભાજપમાં જોડ્યા હતા.

પાટીલે ટોપી પહેરાવી: ગઝલ ગાયક મનહર ઉધાસની(Ghazal singer Manhar Udhas)સાથે અન્ય ગાયકો, કલાકારો અને ગાયકો પણ ભાજપમાં જોડાયા છે. અન્ય કલાકારોની વાત કરીએ તો મોસમ મહેતા, પાયલ શાહ અને મલકા મહેતા, મ્યુઝિક ડાયરેક્ટર મૌલિક મહેતા કેસરીયો ખેસ પહેર્યા બાદ બાદ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં જોડાવવા બદલ તમામ કલાકારોનું સ્વાગત કર્યું હતું.

ગુજરાત ભાજપ

આ કલાકારો ભાજપમાં જોડાયા

  1. મનહર ઉધાસ - ગઝલ ગાયક
  2. મૌલિક મહેતા - સંગીત નિર્દેશક
  3. સુનીલ વિસરાણી - ગુજરાતી ફિલ્મ અભિનેતા
  4. મોશમ મહેતા - ગાયક
  5. મલકા મહેતા - ગાયિકા
  6. યશ બારોટ - ગાયક અને અભિનેતા
  7. કાર્તિક દવે - ફિલ્મ અભિનેતા
  8. જાન્હવી ચૌહાણ - ફિલ્મ અભિનેત્રી
  9. આશિષ કુપાલા - ફિલ્મ ડ્રામા અભિનેતા
  10. પાયલ શાહ - ગાયિકા
  11. સોનાક વ્યાસ - અભિનેતા

ગઝલ સમ્રાટ મનહર ઉધાસ: મનહર ઉધાસની વાત કરીએ તો તેનો જન્મ અમરેલીના સાવરકુંડલામાં થયો હતો. મનહર ઉધાસે મિકેનિકલનો અભ્યાસ કર્યો છે. મનહર ઉધાસે ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં ઘણી ગઝલોને પોતાનો અવાજ આપ્યો છે અને તે બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર છે. મનહર ઉધાસે જીવનનું પ્રથમ ગીત 1969માં રેકોર્ડ કર્યું હતું. આ સાથે તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, પંજાબી ભાષામાં ગીતો, ગઝલ અને સાંસ્કૃતિક ગીતો ગાઈને ખ્યાતિ મેળવી છે. મનહર ઉધાસે હિન્દી, ગુજરાતી સહિત 300 થી વધુ ફિલ્મી ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. મનહર ઉધાસ ગઝલ સમ્રાટ તરીકે પ્રખ્યાત છે.

Last Updated : Aug 2, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.