ગાંધીનગર રાજ્યમાં હાલમાં જ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો (gujarat weather in august) હતો. તો આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 98 ટકા વરસાદ વરસી (over all rainfall in gujarat 2022) ચૂક્યો છે. એટલે કે, હવે રાજ્યમાં માત્ર 2 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસાદની સમીક્ષા અંગે ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર પર વેધર વોચની બેઠક (State Disaster Center Weather Watch meeting) યોજાઈ હતી, જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલે આ અંગે (Information given by Relief Commissioner) માહિતી આપી હતી.
ગયા વર્ષે 42 ટકા વરસાદ નોંધાયો હતો રાહત કમિશનરે જણાવ્યું (Rain Relief work for gujarat) હતું કે, રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 98.13 ટકા જેટલો વરસાદ થયો છે. જ્યારે ગયા વર્ષે આ સમયે રાજ્યમાં 41.62 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે (gujarat weather in august 2022) કુલ 86,00,000 હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 80,00,000 હેક્ટર વિસ્તારમાં એટલે કે, 92 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
આ પણ વાંચો રિવરફ્રન્ટ પર ફરવા જતાં પહેલા જાણી લેજો આ વાત નહીં તો થશે ધક્કો
જળાશયોની વિગતો રાહત કમિશનર (Rain Relief work for gujarat)હર્ષદ પટેલે રાજ્યના જળાશયોની વિગતો (over all gujarat rain update) આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં 90.93 ટકા પાણીનો સંગ્રહ (Dams receive fresh income of water) થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઈ, ઉકાઈ અને દમણગંગા જળાશયોમાંથી 5,000 ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવી (over all gujarat rain update) રહ્યું છે.
આ પણ વાંચો અમદાવાદની સાબરમતી નદી બે કાંઠે થઇ તો જોવા મળ્યું આવું, વાસણા બેરેજના 24 દરવાજાએ વહાવ્યું પાણી
વરસાદનું જોર કેવું હવામાન વિભાગના નિયામક (Meteorological department forecast) મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે, 24 ઓગસ્ટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના (Rainfall in all over Gujarat) નહીંવત્ છે.
પાટણની સ્થિતિ પાટણમાં 2 દિવસથી અનરાધાર વરસાદ પડી (Heavy Rain in Patan) રહ્યો છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો અહીંનું આનંદ સરોવર ઓવરફ્લૉ (Anand Sarovar overflows) થઈ ગયું છે. તો પાણી નિકાલ માટે નગરપાલિકાએ મોડે મોડે કવાયત્ હાથ ધરી છે. અહીં શહેરનો મુખ્ય રોડ તોડી પાઈપલાઈન મારફતે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય રોડ તોડતા ટ્રાફિક ડાયવર્ઝન કરતા ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા (Due to Rain Traffic Jam in Patan) છે. નગરપાલિકાની કામગીરી સામે વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. દર વર્ષે ચોમાસામાં આનંદ સરોવર ઉભરાવાની સમસ્યા સર્જાય છે છતાં પાલિકા નક્કર કામગીરી કરતી નથી.
સાબરકાંઠાની સ્થિતિ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ભારે (Heavy rain on Gujarat Rajasthan border) વરસાદના કારણે વિજયનગરના કેલાવા ગામમાં ઈકો કાર તણાઈ ગઈ હતી. જોકે, કારચાલકનો મૃતદેહ સરસવ ગામમાંથી મળ્યો હતો. મૃતકનું નામ સંજય શંકર ભગોરા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ઈકો કાર 4 કિલોમીટર દૂર હરણાવ નદી કિનારે મળી હતી.