ETV Bharat / city

ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

સમગ્ર ભારત દેશમાં આજે કોરોના વેક્સિનેશનના (Corona vaccination) 100 કરોડ ડોઝ પૂર્ણ થતા ભારતે નવી સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે ગુજરાતમાં પણ પૂરજોશમાં કોરોના વેક્સિનેશન (Corona vaccination) અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં અત્યારે 90 ટકા લોકોનું કોરોના વેક્સિનેશન (Corona vaccination) થઈ ગયું છે. તો હવે 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થાય પછી બૂસ્ટર ડોઝ આપવા માટેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) ETV Bharat સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન (Corona vaccination) માટે હવે માત્ર એક જ વેંત દૂર છે. જો બુસ્ટર ડોઝ (Booster Dose) આપવાનો થશે તો તેના માટે પણ સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે.

ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ
ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ
author img

By

Published : Oct 21, 2021, 3:45 PM IST

  • ભારતમાં કોરોનાની વેક્સિનના 100 કરોડ ડોઝ અપાયા
  • ગુજરાતમાં સુરત, જૂનાગઢ અને ગાંધીનગરમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ
  • અમદાવાદ, મહીસાગર, જૂનાગઢ અને તાપી જિલ્લામાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ
  • રાજ્યમાં 90 ટકા કોરોના વેક્સિનેશન પૂર્ણ કરાયું
  • રાજ્યમાં 100 કરોડ વેક્સિનેશન પૂર્ણ થતાં કરાશે ઉજવણી

ગાંધીનગર: સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકોના મનમાં ભય વ્યાપી ગયો હતો ત્યારે ભારતની સ્વદેશી વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. તો સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિનેશનનું (Corona vaccination) મહાઅભિયાન શરૂ થયું હતું. સૌપ્રથમ કોરોના વોરિયર્સને પછી તબક્કાવાર તમામ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. તેનું પરિણામ એ આવ્યું કે, ભારતે આજે (21 ઓક્ટોબર 2021)ના દિવસે વેક્સિનેશનમાં 100 કરોડ ડોઝ આપવાનો આંકડો પૂર્ણ કર્યો છે. આ સાથે જ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે.

રાજ્યમાં 90 ટકા પૂર્ણ થયું છે રસીકરણ

દેશ બાદ રાજ્યમાં પણ 100 ટકા વેક્સિનેશનનો આંકડો ટૂંક જ સમયમાં પૂર્ણ થશે. તો આ અંગે ETV Bharatએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Hrishikesh Patel) સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે રાજ્યમાં 90 ટકા લોકોનું કોરોના વેક્સિનેશન (Corona vaccination) થયું છે. ભવિષ્યમાં બુસ્ટર ડોઝ આપવા અંગે ચર્ચા ચાલી રહી છે. તો તેના માટે પણ ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે. સમગ્ર દેશમાં 100 કરોડ ડોઝનું વેક્સિનેશન થતા ઉજવણી કરવામાં આવશે.

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીત

આ પણ વાંચો- ભારતે મેળવી સિદ્ધિ, ગુજરાતમાં પણ 90 ટકાથી વધુ વેક્સિનેશન પૂર્ણ

કોરોના વેક્સિનેશનમાં (Corona vaccination) ગુજરાત પ્રથમ હરોળમાં

આ અંગે રાજ્યના કેબિનેટ અને આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Corona vaccination) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. 31 જાન્યુઆરી 2021ના રોજ ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું કે, જ્યારે ભારત સરકારની સૂચના મુજબ, 1 મે 2021થી સમગ્ર દેશની સાથે ગુજરાતમાં 60 વર્ષથી વધુ વયના અને 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- ભારતે રચ્યો ઇતિહાસ: રસીકરણના 100 કરોડ ડોઝનો ટાર્ગેટ કર્યો પૂર્ણ

દેશમાં અત્યાર સુધીનો વેક્સિનેશનનો આંકડો

પ્રથમ ડોઝ- 70,83,18,703

બીજો ડોઝ- 29,16,97,011

ગુજરાત રાજ્યનો અત્યાર સુધીનો વેક્સિનેશનનો આંકડો

પ્રથમ ડોઝ- 4,41,65,347

બીજો ડોઝ- 2,35,06,129

કુલ ડોઝ - 6.76 કરોડ

આ સાથે જ સમગ્ર દેશમાં વેક્સિનેશનમાં ગુજરાતનો ફાળો 6.7 ટકા છે. ગુજરાત રાજ્યમાં પ્રતિ 10 લાખ 2 ડોઝના લાભાર્થીએ 6,86,191 વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે, જેમાં સમગ્ર દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.

100 ટકા વેક્સિનેશન પર એક નજર

ગુજરાત રાજ્યમાં કોરોના વેક્સિનેશનની (Corona vaccination) વાત કરીએ તો, રાજ્ય સરકારના કેબિનેટ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel) જણાવ્યું હતું કે, સુરત, જૂનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશનમાં 100 ટકા જેટલું વેક્સિનેશન પ્રથમ ડોઝનું પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લા પંચાયતની વાત કરીએ તો, અમદાવાદ, મહીસાગર, જૂનાગઢ અને તાપી જિલ્લા પંચાયતમાં પણ પ્રથમ ડોઝનો 100 ટકા વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 90 ટકાની આસપાસ વેક્સિનેશન પૂર્ણ થયું છે. તો ટૂંક જ સમયમાં રાજ્યમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં થશે ઉજવણી

દેશમાં કોરોના વેક્સિનેશનનો (Corona vaccination) આંકડો 100 કરોડને પાર જતા થતા ઉજવણીના ભાગરૂપે તમામ સરકારી હોસ્પિટલ્સ, CHC સેન્ટર લાઈટોથી શણગારવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર વ્યક્તિને કામગીરી માટે આરોગ્યના કર્મચારીઓને પ્રોત્સાહિત ઈનામ પણ આપશે. મહત્ત્વની વાત કરીએ તો, લૉકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) થાળી વગાડવાની જાહેરાત કરી હતી. તે બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) થાળી વગાડવાની જાહેરાત કરી હતી. તે ફક્ત સમગ્ર દેશને એક કરવાની વાતનો સંદેશ હતો. જ્યારે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અનેક એવા વિસ્તારો છે કે, ત્યાં જવું પણ મુશ્કેલ હોય છે ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બોટ મારફતે દરિયાની અંદર અને જંગલ વિસ્તારમાં પણ વેક્સિનેશનની કામગીરી કરી છે.

બૂસ્ટર ડોઝનું આયોજન નહીં પણ કેન્દ્ર સરકારની સૂચના મુજબ કરાશે આયોજન

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનનો (Corona vaccination) પ્રારંભ થયો છે ત્યારે અનેક એવા નાગરિકો છે કે, જેમણે કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધા હોય અને 6 મહિનાથી વધુ સમય પણ વીતી ચૂક્યો હોય ત્યારે બંને ડોઝ લઈ લીધેલા નાગરિકો માટે બૂસ્ટર ડોઝની વ્યવસ્થા કઈ રીતની રહેશે. તે અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, બૂસ્ટર ડોઝનું આયોજન રાજ્ય સરકારે હજી સુધી નથી કર્યું, પરંતુ કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે અને તજજ્ઞોની સૂચનાને આધારે કેન્દ્ર સરકાર જાહેર કરે તે રીતના બૂસ્ટર ડોઝ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.