- દિલ્હી ખેડૂત આંદોલન (Kisan Andolan) કરી રાજ્યોના રાજભવન ઘેરાવો કરવાની રાકેશ ટિકૈતની ચીમકી
- સમગ્ર દેશના તમામ રાજભવન ઘેરવાઓ કરવાની કરી હતી જાહેરાત
- ગુજરાત રાજભવન માર્ગ જાહેર જનતા માટે કર્યો બંધ
ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી દિલ્હી ખાતે ખેડૂત આંદોલન (Kisan Andolan) ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂત આંદોલનના અગ્રણી રાકેશ ટિકૈત( Rakesh tikait ) દ્વારા દેશના તમામ રાજ્યોના રાજભવન ઘેરાવો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ જાહેરાતને પગલે ગાંધીનગર પોલીસ દ્વારા આગમચેતીના ભાગરૂપે રાજ ભવન માર્ગ જાહેર જનતા માટે બંધ કરીને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જાહેર જનતા માટે માર્ગ બંધ
રાજભવનની ચૂંટણીને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસે ગાંધીનગર રાજભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે સામાન્ય અને જાહેર જનતા માટે રાજભવનનો જાહેર માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આમ ગાંધીનગર પોલીસ દ્વારા DYSP, PI, PSI, ASI, હેડ કોન્સ્ટેબલ કક્ષાના કુલ 100થી વધારે પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ખેડુતો આજે કાળો દિવસ ઉજવશે, ટિકૈતે કહ્યું - દિવસમાં બધુ જ કાળું દેખાશે
એક પણ આંદોલનકારી રાજભવન સુધી આવ્યા નહીં
આંદોલન બાબતે અને પોલીસ સુરક્ષા બાબતે DYSPએ ETV bharatને જણાવ્યું હતું કે, સુરક્ષા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યોગ રાજભવન સુધી આવ્યા નથી ત્યારે અત્યાર સુધી એક પણ આંદોલનકારીઓની અટકાયત અને ધરપકડ પણ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ખેડુતો આજે કાળો દિવસ ઉજવશે, ટિકૈતે કહ્યું - દિવસમાં બધુ જ કાળું દેખાશે
દિલ્હીના પડઘા સમગ્ર દેશમાં છવાયા
આમ દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનકારીના આગેવાન રાકેશ ટિકૈત (Rakesh tikait) દ્વારા સમગ્ર દેશના તમામ રાજભવનો ઘેરવા માટેની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાત રાજભવન પાસે કોઈ ઘેરાવો ના થાય અને કોઈ આંદોલન ન કરે તેના ભાગરૂપે ગાંધીનગર પોલીસ દ્વારા આગોતરી તૈયારીઓ દાખવીને તમામ રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને વાહન ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું.