ETV Bharat / city

પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી - drugs at gujarat border

મોરબીમાં 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, ત્યારે તેના છેડા પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. જેથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ (harsh sanghvi on drugs)ના માફિયાઓને એ મેસેજ આપ્યો છે કે, જે કોઈ પણ ગુજરાતની બોર્ડર પર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરશે તેમને આજીવન જેલના સળિયા પાછળ રહેવું પડશે. પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા છે તેવું તેમને ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી

author img

By

Published : Nov 15, 2021, 7:54 PM IST

Updated : Nov 15, 2021, 8:50 PM IST

  • ગુજરાતની બોર્ડર પર જ પોલીસ અદભુત સ્વાગત કરશે ડ્રગ્સ માફિયાઓનું
  • મેં ત્રણ દિવસ પહેલાં જ કહ્યું હતું અને આજે રીઝલ્ટ આપની સામે છે
  • કેટલાક લોકો રાજકીય સ્ટેટમેન્ટ આપવા આખા ગુજરાતના નાગરિકોને બદનામ કરે છે

ગાંધીનગર: મોરબીના ઝીંઝુડામાં 600 કરોડના ડ્રગ્સ (gujarat drugs case) સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે ખાસ વાતચીત કરી હતી. જેમને 59 દિવસમાં 93 જેટલા પેડલરને પકડ્યા છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા ઝડપાયું છે, ત્યારે ડ્રગ્સ મામલે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ બનાવશે? તે તમામ બાબતો વિશે તેમને વિસ્તારપૂર્વક વાત કરી હતી.

પ્રશ્ન : છેલ્લા એક વીકમાં દ્વારકા અને મોરબીમાં જે ડ્રગ્સ પકડાયું છે સમગ્ર ઓપરેશન પોલીસ દ્વારા કઈ રીતે પાર પાડવામાં આવ્યું હતું?

જવાબ : ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક વીકમાં ડ્રગ્સ (drugs in india)નો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. ગુજરાત પોલીસના અનેક જવાનોએ પોતાના પરિવારથી દૂર રહી દરિયાઈ માર્ગે ગુજરાતમાં આવતા ડ્રગ્સ (drugs at gujarat border)ને પકડયુ જે ડ્રગ્સ મહારાષ્ટ્રમાં લઈ જવાનું હતું. મહારાષ્ટ્રમાં એક શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિ શાકભાજીની આડમાં હજારો યુવાનોના જીવ જોખમમાં મુકનાર વ્યક્તિ જે ગુજરાતમાં ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હતા. આ આખી ગેંગને પકડી લેવામાં આવી છે. આ ગેંગને પકડી ગુજરાત પોલીસે મહારાષ્ટ્રના હજારો યુવાનોનું જીવન બચાવવાની કામગીરી કરી છે. આ જ રીતે ગુજરાત ATS દ્વારા કાલે એક મોટું રેકેટ પકડવામાં આવ્યું હતું. જે ડ્રગ્સ અહીંથી પંજાબ લઈ જવાની કામગીરી થવાની હતી. તે પહેલાં જ ગુજરાત ATS દ્વારા પકડી લેવામાં આવ્યું છે.

પ્રશ્ન : આ ડ્રગ્સ ગુજરાતમાં કઈ રીતે આવે છે અને બોર્ડર સુધી કેવી રીતે ઘુસાડવામાં આવે છે?

જવાબ : સર્વપ્રથમ તો પાકિસ્તાન આ પ્રકારે અલગ-અલગ કન્સાઇનમેન્ટ અલગ અલગ દેશોમાં મોકલવાનો પ્રયત્ન કરતું હોય છે, પરંતુ ગુજરાત પોલીસ એ પ્રકારની કામગીરી કરી રહી છે કે, પાકિસ્તાનના છેલ્લા ત્રણ-ચાર ગુજરાત મોકલવાના ડ્રગ્સના સંપૂર્ણ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તમે સૌ જાણો છો કે છેલ્લા દોઢ મહિનામાં દરિયાઈ માર્ગે જેટલા પ્રયાસો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ આ રાજ્ય પોલીસે તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા છે.

પ્રશ્ન : આ પહેલા તમે કહ્યું હતું કે, ગુજરાત પોલીસને આગામી સમયમાં સૌથી મોટી લીડ મળશે, આગામી સમયમાં ગુજરાત પોલીસની ડ્રગ્સ પકડવા મામલે કાયા પ્રકારની રણનીતિ છે?

જવાબ : મેં તો ત્રણ દિવસ પહેલાં જ કહ્યું હતું, જેનું તમને રિઝલ્ટ પણ મળ્યું છે. ગુજરાતની જનતાએ ગુજરાત પોલીસ પર ગર્વ અનુભવવો જોઈએ. આપણે સૌ લોકો ઘરમાં સુરક્ષીત છીએ, આપણે સૌ લોકો ખૂબ સારી રીતે આપણો ધંધો વેપાર કરી શકીએ છીએ. આ તમામ વ્યવસ્થાઓ માટે ગુજરાત પોલીસના જવાનો પોતાના પરિવાર અને તહેવારોથી દૂર થઈ આ પ્રકારનું કામ આપણા માટે કરે છે પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે કે અનેક લોકો રાજકીય રોટલો શેકવા માટે, ગુજરાત પોલીસને બદનામ કરવા, રાજકીય સ્ટેટમેન્ટ આપવા આખા ગુજરાતના નાગરિકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે તે ખરેખર દુઃખનીય છે.

પ્રશ્ન : ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહેલા ડ્રગ્સ માફિયાઓને એક ગૃહપ્રધાન તરીકે શું મેસેજ છે?

જવાબ : જો તમે ડ્રગ્સનો વેપાર કરતા હશો અને ગુજરાતની બોર્ડર સુધી લઈને આવશો, આપ જેવો પગ મુકશો એવું ગુજરાતની પોલીસ અદભુત સ્વાગત કરશે અને આ સ્વાગત એટલું અદ્ભુત થશે કે, હું આપને વિશ્વાસ અપાવું છું, કે આ આપના પરિવારથી આજીવન દૂર રહેવું પડશે અને અમારી જેલમાં બે ટાઈમના ભોજન સાથે આખું જીવન વિતાવવું પડશે. રાજ્યના ગૃહપ્રધાન તરીકે રાજ્યની પોલીસ પર સંપૂર્ણ વિશ્વાસ છે એમની કાર્યક્ષમતા પર હું આ સ્ટેટમેન્ટ આપું છું.

આ પણ વાંચો: ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સના સપ્લાયર મુખ્ય આરોપી મુખ્તાકખાન પઠાણની મુંબઈથી કરી ધરપકડ

આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

Last Updated : Nov 15, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.