ETV Bharat / city

ભોજનમાંથી જીવાત નીકળવા છતાં ગુજરાત વિધાનસભાનાની કેન્ટીનને મળ્યો 'ઈટ રાઈટ' કેમ્પસ તરીકે ફૂડ સેફટીનો એવોર્ડ - ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ

કેન્દ્રીય ફૂડ સેફ્ટી દ્વારા શુદ્ધ અને સાત્વિકતા સાથે સ્વચ્છતા ધરાવતાં કેન્દ્રો અને કેમ્પસને એવોર્ડ આપવામાં આવતા હોય છે. કેન્દ્રીય ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગુજરાત વિધાનસભાની કેન્ટીનને બેસ્ટ ઇટ રાઇટ કેમ્પસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત 2 માર્ચના રોજ ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળી હતી.

ઇટ રાઇટ કેમ્પસ
ઇટ રાઇટ કેમ્પસ
author img

By

Published : Nov 12, 2020, 6:38 PM IST

  • ગુજરાત વિધાનસભા કેન્ટીનને મળ્યો EAT RIGHT એવોર્ડ
  • કેન્દ્રીય ફૂડ સેફટી ઓથોરિટીએ ગુજરાત વિધાનસભાની કેન્ટીનને આપ્યો એવોર્ડ
  • 2 માર્ચના રોજ વિધાનસભા સત્ર દરમિયાન ભોજનમાંથી નીકળી હતી જીવાત

ગાંધીનગર : સમગ્ર દેશમાં ખાવાની ચીજ વસ્તુઓ સ્વસ્થ અને પૌષ્ટિક મળી રહે તે માટે કેન્દ્રીય ફુડ સેફ્ટી ઓથોરિટી હંમેશા કાર્યરત રહે છે, જ્યારે કેન્દ્રીય ફુડ સેફ્ટી દ્વારા શુદ્ધ અને સાત્વિક સાથે જ સ્વચ્છતા ધરાવતાં કેન્દ્રો અને કેમ્પસને એવોર્ડ પણ આપવામાં આવતા હોય છે. કેન્દ્રીય ફુડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગુજરાત વિધાનસભાની કેન્ટીનને બેસ્ટ ઇટ રાઇટ કેમ્પસ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોઈ વિધાનસભાની કેન્ટીનને આ એવોર્ડ પ્રાપ્ત થયો હોય તેવી પ્રથમ ઘટના છે.

ઇટ રાઇટ કેમ્પસ
ગુજરાત વિધાનસભાનાની કેન્ટીનને મળ્યો 'ઈટ રાઈટ' કેમ્પસ તરીકે ફૂડ સેફટીનો એવોર્ડ

સમગ્ર દેશની એકમાત્ર ગુજરાત વિધાનસભાની કેન્ટીનને પ્રાપ્ત થયો આ એવોર્ડ

એવોર્ડ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ફૂડ સેફટી દ્વારા ગુજરાત વિધાનસભાને ઇટ કેમ્પસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જે સમગ્ર દેશમાં પ્રથમ વિધાનસભા તરીકે ગુજરાત વિધાનસભાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં ગુજરાત વિધાનસભાની કેન્ટીન ખાવાની ગુણવત્તા અંગે રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત વિધાનસભાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

2 માર્ચના રોજ વિધાનસભા સત્ર દરમિયાન ભોજનમાંથી નીકળી હતી જીવાત

વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ભૂતકાળમાં આ જ કેન્ટીનમાંથી ખાવાની ડીશમાંથી મૃત જીવડા પણ નિકળ્યા હતા. જેને લઈને વિધાનસભા ગૃહમાં પણ ભારે હોબાળો મચ્યો હતો, ત્યારે આ જ વિધાનસભા કેન્ટીનને હવે કેન્દ્રની ફૂડ એન્ડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ઇટ કેમ્પસ એવોર્ડ આપવામાં આવ્યો છે.

કોને કોને મળ્યો બેસ્ટ ઇટ કેમ્પસ તરીકે એવોર્ડ

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ફક્ત ગુજરાતની વિધાનસભાને જ ઇટ કેમ્પસ તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં અન્ય કેમ્પસની વાત કરવામાં આવે તો IIM-અમદાવાદ, ITI-ગાંધીનગર જેવા કેમ્પસને પણ ઇટ કેમ્પસ તરીકેનો એવોર્ડ આપવમાં આવ્યો છે. જ્યારે આ અગાઉ અમદાવાદના કાંકરીયા અને લૉ ગાર્ડન પાસે આવેલી ગલીને પણ બેસ્ટ ફૂડ સ્ટ્રીટનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

વાંચો જીવાત નીકળવાની સમગ્ર ઘટના

2 માર્ચ - વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળી

ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળી હતી. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી નાગરિકો ગૃહની કામગીરી જોવા આવતા હોય છે. જેમની જમવાની વ્યવસ્થા પણ અહીંની કેન્ટીનમાં કરવામાં આવે છે, પરંતુ કેન્ટીનમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળ્યું છે. સ્વચ્છ ભારતની વાતો કરતી સરકારનો વહીવટ જે ગુજરાત વિધાનસભામાંથી થાય છે, તે કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળતા હવે સવાલ એ થાય છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેન્ટીનને તાળું મારશે? મુખ્યપ્રધાન કેન્ટીનનો કોન્ટ્રાક્ટ સારી કામગીરી કરતી એજન્સીને સોંપશે કે કેમ તે સવાલ થઇ રહ્યો છે.

3 માર્ચ - ગાંધીનગર વિધાનસભા કેન્ટીન સામે થશે કડક કાર્યવાહી

ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસતા દરમિયાન જીવાત નીકળતા ખુબ જ ખળભળાટ મચી ગયો હતો. જ્યાં સરકારના ધારાસભ્ય, પ્રધાનો અને નેતાઓ ભોજન લેતા હોય છે. ત્યાંથી જ જીવાત મળી આવતા સ્વચ્છતા સામે અનેક પ્રશ્ન ઉભા થયા હતાં. જેને લઈ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કેન્ટીન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.