ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 209 જેટલી ટ્રેન દોડાવવામાં આવી છે. જ્યારે હજુ બીજી 30 ટ્રેન દોડાવવામાં આવશે જેમાં અમદાવાદ રેલ્વે સ્ટેશનથી નવી 9 ટ્રેન દોડશે જેમાંથી 8 ટ્રેન યુપી અને છત્તીસગઢ જશે, જ્યારે સુરતથી 8 નવી ટ્રેનો દોડશે જેમાં 4 યુપી, 2 ઝારખંડ અને 1 ઓરિસ્સા તરફ જશે. આ ઉપરાંત રાજકોટ રેલ્વે સ્ટેશનથી 3 ટ્રેન જશે જેમાં 2 યુપી અને 1 એમ.પી. તરફ, જ્યારે મહેસાણા, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, આણંદ, નડિયાદ, વાપી રેલ્વે સ્ટેશનથી એક અથવા તો 2 ટ્રેન દોડશે.
અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં રોજગારી માટે આવેલા અન્ય રાજ્યના શ્રમિકોને પોતાના વતન મોકલવાનુ કામ ઝડપથી આગળ વધી રહ્યુ છે. જેમાં અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ 209થી વધુ ટ્રેનો અન્ય રાજ્ય તરફ મોકલવામાં આવી છે.
અન્ય રાજ્યની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં શ્રમિકો માટે કુલ 461 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગુજરાત રાજ્ય દ્વારા 209 ટ્રેન એટલે કે 45 ટકાથી વધુ ટ્રેનો દોડાવવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં 2,56,000 શ્રમિકો ગુજરાતથી પોતાના વતન ગયા છે. જ્યારે અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં 61 ટ્રેન સાથે 13 ટકા, તેલંગાણા 27 ટ્રેનો સાથે 6 ટકા અને પંજાબમાં 49 ટ્રેનો થકી 11 ટકા ટ્રેન દોડાવવામાં આવી છે.
• રવિવારે રાત સુધીમાં 209 ટ્રેન ગુજરાતથી અન્ય રાજ્ય તરફ દોડાવવામાં આવી
યુપી 147 ટ્રેન
બિહાર 23 ટ્રેન
ઓડિશા 21 ટ્રેન
એમ.પી. 11 ટ્રેન
ઝારખંડ 6 ટ્રેન
છત્તીસગઢ 1 ટ્રેન
• ક્યા રેલ્વે સ્ટેશનથી કેટલી ટ્રેન ઉપડી
અમદાવાદથી 50 ટ્રેન
સુરત 72 ટ્રેન
બરોડા 16 ટ્રેન
રાજકોટ 10 ટ્રેન
મોરબી 7 ટ્રેન
પાલનપુર 6 ટ્રેન