ETV Bharat / city

World Environment Day: 'સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ’ લોન્ચ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય - IIT ગાંધીનગર

વિશ્વ પર્યાવરણ દિને (World Environment Day) મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)એ રાજ્યના ક્લાયમેટ ચેન્જ (climate change) વિભાગ દ્વારા IIM અમદાવાદ અને IIT ગાંધીનગરના તજજ્ઞોના સહયોગથી તૈયાર કરવામાં આવેલા સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ (state action plan on climate change) અને કોરોનાની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું વિમોચન ગાંધીનગરમાં સંપન્ન કર્યુ હતું.

'સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ’ લોન્ચ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

author img

By

Published : Jun 5, 2021, 7:22 PM IST

  • રાજ્ય સરકારે સૌર ઉર્જાને લઈને લોન્ચ કર્યો એક્શન પ્લાન
  • કોરોનાની વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેનો અભ્યાસ અહેવાલ
  • IIM અમદાવાદ – IIT ગાંધીનગરે તૈયાર કર્યો એક્શન પ્લાન

ગાંધીનગર: 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે (World Environment Day) રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પર્યાવરણને ધ્યાનમાં લઈને ‘સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ’ (state action plan on climate change) લોન્ચ કર્યું છે. જ્યારે, આ સમગ્ર એક્શન રિપોર્ટ IIM-અમદાવાદ અને IIT ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં, સ્ટેટ એકશન પ્લાન ઓન કલાયમેટ ચેન્જ અને કોવિડ-19ની રાજ્યના વિવિધ ક્ષેત્રો પર પડેલી અસરો અંગેના અહેવાલનું ગાંધીનગરમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

'સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ’ લોન્ચ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
'સ્ટેટ એકશન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ’ લોન્ચ કરનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

આ પણ વાંચો: વડોદરા જિલ્લાના વેમાર ગામે એક ખેડૂતે બદામના 700 ઓસ્ટ્રેલિયન છોડનું કર્યું વાવેતર

રાજ્યમાં ઇલેક્ટ્રીક વાહનો પર વિશેષ ભાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે પર્યાવરણ જાળવણી રક્ષા માટે સૌર અને પવન ઊર્જા, ઇલેકટ્રીક વાહનોના ઉપયોગ પર વિશેષ ભાર આપ્યો છે. રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટ્સ શરૂ કરવાની મંજૂરીઓ હવે ન આપવા સાથે 9,000 મેગાવોટ પવન અને 5,000 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પન્ન કરી ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટને સાકાર કર્યુ છે. ગુજરાતમાં આવનારા દિવસોમાં 30 ગીગાવોટ સૌર અને પવન ઊર્જાનું ઉત્પાદન કરીને આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે.

CNG વાહનોને આપવામાં આવ્યું પ્રોત્સાહન

રાજ્યમાં પ્રદૂષણમુકત યાતાયાત સુવિધાઓ માટે CNG વાહનોને તેમજ ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાય છે. 900 CNG ફિલીંગ સ્ટેશન ઊભા કરી વધુને વધુ લોકો CNG વાહનોનો વપરાશ કરે પ્રદૂષણ અટકે તેવી રાજ્ય સરકાર દ્વારા નેમ રાખવામાં આવી છે. ઇલેકટ્રીક વાહનોના વપરાશ માટે પણ પોલીસી ઘડી છે.

સોલાર રૂફતોપમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના કુલ સોલાર રૂફટોપમાં 25 ટકા એકલા ગુજરાતમાં છે. 1.11 લાખ ઘરોને આવરી લેવાયા છે. એટલું જ નહિ, 17 મિલીયન ટન કાર્બન ઉર્ત્સજનમાં ઘટાડો તેમજ 12.3 મિલીયન ટન કોલસાની બચત ગુજરાતે ઊર્જા ક્ષેત્રોમાં આવા સૌર-પવનના સ્ત્રોત અપનાવીને કરી છે.

આ પણ વાંચો: વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: 26 વર્ષમાં 12 લાખ વૃક્ષો રોપનારા જીતુ પટેલ સાથે મુલાકાત

સરકારનો પ્લાન આવનારા 10 વર્ષ માટે ઘડાયો

ભારત સરકારે ક્લાયમેટ ચેન્જના નિયત કરેલા લક્ષ્યાંકો અનુસાર ગુજરાતનો આ નવો સ્ટેટ એકશન પ્લાન આવનારા 10 વર્ષ એટલે કે 2030 સુધીના સમયગાળાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલો છે. આ એકશન પ્લાનમાં રિન્યુએબલ એનર્જી, એનર્જી સેવિંગ, વોટર કન્ઝર્વેશન, વનીકરણ, સાગરકાંઠા વિસ્તારો, આદિજાતિ ક્ષેત્રો, પશુપાલન, ખેતી, આરોગ્ય જેવા વિવિધ પાસાંઓને આવરી લેવાયા છે.

ભરૂચમાં 12 CNG બસ અપાઈ

ભરૂચ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કુલ 12 CNG નૉન-AC 'મુખ્યમંત્રી સિટી બસ સેવા'નું ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.