ETV Bharat / city

વૃક્ષ વાવેતર અને વૃક્ષ ઉછેરમાં ગુજરાત અગ્રેસરઃ વનમંત્રી ગણપત વસાવા - ગાંધીનગરના સમાચાર

વનપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, નોંધાયેલા જંગલ કામદાર સહકારી મંડળીઓને વાવાઝોડાગ્રસ્ત, પવનથી ઉખડી ગયેલા, તૂટી પડેલા અને ઊભાં સૂકા ઝાડોના નિકાલની કામગીરી સોંપવામાં આવે છે. જંગલ કામદાર સહકારી મંડળીઓમાં સ્થાનિક આદિવાસીઓ કામગીરી કરતા હોવાથી તેમની આજીવિકામાં પણ વધારો થતો હોય છે. આદિવાસીઓને રોજગારી મળે, તૂટી પડેલ કે ઊભા-સુકા વૃક્ષોનો યોગ્ય નિકાલ થાય, પર્યાવરણીય સંતુલન જળવાય અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થાય તે માટે સુયોગ્ય આયોજનથી વૃક્ષોના નિકાલની કામગીરી કરવામાં આવે છે.

વૃક્ષ વાવેતર અને વૃક્ષ ઉછેરમાં ગુજરાત અગ્રેસરઃ વનમંત્રી ગણપત વસાવા

author img

By

Published : Mar 26, 2021, 11:16 PM IST

  • 2019-20માં કિંમતી લાકડાના વેચાણથી સરકારને 1.98 કરોડની આવક થઈ
  • અકસ્માતે પડી ગયેલા કિંમતી વૃક્ષોના લાકડાની હરાજી કરાશે
  • દક્ષિણ ગુજરાતના વનક્ષેત્રમાં ઉગે છે કિંમતી વૃક્ષ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન વૃક્ષોના નિકાલની કામગીરી સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં વનપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, નોંધાયેલા જંગલ કામદાર સહકારી મંડળીઓને વાવાઝોડાગ્રસ્ત, પવનથી ઉખડી ગયેલા, તૂટી પડેલા અને ઊભાં સૂકા ઝાડોના નિકાલની કામગીરી સોંપવામાં આવે છે. જંગલ કામદાર સહકારી મંડળીઓમાં સ્થાનિક આદિવાસીઓ કામગીરી કરતા હોવાથી તેમની આજીવિકામાં પણ વધારો થતો હોય છે. આદિવાસીઓને રોજગારી મળે, તૂટી પડેલ કે ઊભા-સુકા વૃક્ષોનો યોગ્ય નિકાલ થાય, પર્યાવરણીય સંતુલન જળવાય અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થાય તે માટે સુયોગ્ય આયોજનથી વૃક્ષોના નિકાલની કામગીરી કરવામાં આવે છે.

અકસ્માતે પડી ગયેલા કિંમતી વૃક્ષોના લાકડાની હરાજી કરાશે

આ પણ વાંચોઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે

સાગનું લાકડુ 80 હજાર પ્રતિ ઘનમીટરના ભાવે વેચાય છે

વનપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ઉચ્ચ ગુણવત્તાવાળું સાગનું લાકડું આશરે 80,000 રૂપિયા ઘનમીટર તથા નબળું સાગી લાકડું 40,000 રૂપિયા ઘનમીટરના ભાવે પણ ક્યારેક ક્યારેક ઇ-ઑક્શન પદ્ધતિથી વેચાતું હોય છે. નવસારી જિલ્લામાં તા.31-12-2020ની સ્થિતિએ વર્ષ 2019-20માં સાગ, ખેર, સીસમ, સીરસ, ગુલમહોર અને હેદકલમના 12 જેટલાં વૃક્ષો તથા વર્ષ 2020-21માં ખેર અને બાવળના 3 વૃક્ષોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ડાંગ જિલ્લામાં વર્ષ 2019-20માં સાગ, સાદડ, સીસમ, કિલાઈ, હેદકલમ, કાકડમોદળ, તણસ, ખેર, બીયો, ધામણ, બોરડી, અસન, કૂડી અને હુંબના 746 વૃક્ષોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

વર્ષ 2020-21માં 4.774 ઘનમીટર ઇમારતી લાકડાનો જથ્થો જમા થયો છે.

ગણપત વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે તા.31-12-2020ની સ્થિતિએ વર્ષ 2019-20માં ઇમારતી લાકડાનો 527.458 ઘનમીટર અને જલાઉ લાકડાનો 353.208 ઘનમીટર જથ્થો જમા થયો હતો. વર્ષ 2020-21માં 4.774 ઘનમીટર ઇમારતી લાકડાનો જથ્થો જમા થયો છે. રાજ્ય સરકારને જમા થયેલા લાકડાના જથ્થામાંથી વર્ષ 2019-20માં 1.98 કરોડની આવક થઇ છે. જ્યારે વર્ષ 2020-21ની જથ્થાની હરાજી પ્રક્રિયા હજી બાકી છે. જે એપ્રિલ-2021માં યોજાશે.

આ પણ વાંચોઃ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં મેડિકલના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.