ETV Bharat / city

રાજ્યમાં હવે ડ્રોનથી યુવાનોને મળશે રોજગારી, ટૂંક સમયમાં શરૂ થશે નવો કોર્સ - Government will declare drone flying zone

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ (Gujarat Department of Labor and Employment) આગામી જુલાઈ મહિનાથી વિદ્યાર્થીઓ માટે ડ્રોન કોર્સ શરૂ (Drone Course to start in ITIs of Gujarat) કરશે. રાજ્યની 50 ITIમાં આ ડ્રોન કોર્સ શરૂ કરાશે. ત્યારે આ કોર્સની શું વિશેષતા છે અને તેને શરૂ કરવા પાછળ શું ઉદ્દેશ છે તે અંગે જોઈએ આ અહેવાલ.

રાજ્યમાં હવે ડ્રોનથી યુવાનોને મળશે રોજગારી, ટૂંક સમયમાં શરૂ થશે નવો કોર્સ

author img

By

Published : Jun 11, 2022, 1:56 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસ થઈ (Efforts to raise the level of education in Gujarat) રહ્યા છે. ત્યારે આજના વર્તમાન સમયમાં બાળકોમાં એક ખાસ પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને. તે માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ (Gujarat Department of Labor and Employment) દ્વારા રાજ્યની 50 ITIમાં આગામી જુલાઈ મહિનાથી ડ્રોન કોર્સ શરૂ કરવામાં (Drone Course to start in ITIs of Gujarat) આવશે. જોકે, ખાનગી ક્ષેત્રમાં આ કોર્સની કિંમત 50,000 રૂપિયાથી વધુની છે, પરંતુ રાજ્ય સરકારની ITI અને કૌશલ્ય યુનિવર્સિટીમાં ખૂબ જ નજીવા દરે આ કોર્સ શરૂ કરાશે. આ કોર્સ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે.

કૌશલ્ય યુનિવર્સિટી અને 50 ITIમાં કોર્સ શરૂ થશે - રાજ્યના ઔદ્યોગિક તાલીમ સસ્થામાંથી (Industrial Training Institute) મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર આગામી દિવસોમાં યુનિવર્સિટી અને ITIમાં આ ડ્રોન કોર્સ કરવા જઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને કૌશલ્ય યુનિવર્સિટીમાં આ ડ્રોન કોર્સ શરૂ કરવામાં (Drone Course to start in ITIs of Gujarat) આવશે. જ્યારે આ કોર્સની ફી ખૂબ જ લઘુતમ રાખવામાં આવશે.

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું (ફાઈલ ફોટો)

રાજ્ય સરકારે 100 ઈન્સ્ટ્રક્ટરને આપી તાલીમ - રાજ્ય સરકારે ITIમાં ડ્રોન કોર્સ (Drone Course to start in ITIs of Gujarat) શરૂ કરવા માટે રાજ્યની 50 જેટલી ITI માંથી પ્રતિ 2 ITIના ઈન્સ્ટ્રક્ટરને દિલ્હીમાં તાલીમ આપવામાં આવી રહી છે. અહીં નિયમ પ્રમાણે, જે વ્યક્તિ ડ્રોનનો કોર્સ શીખવાડે. તે વ્યક્તિ પાસે DGCAનું FLYING લાઈસન્સ (Flying License from DGCA) હોવું જોઈએ. ત્યારે 100 જેટલા ઈન્સ્ટ્રક્ટરમાંથી 19 ઈન્સ્ટ્રક્ટર તાલીમમાં પાસ થયા છે. જ્યારે બાકીના તાલીમ લઈને પાસ થઈને ITIમાં વિદ્યાર્થીઓને તાલીમ આપશે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

7 દિવસનો હશે કોર્સ - ડ્રોન ફ્લાઈંગ કોર્સની (Drone flying course) વાત કરવામાં આવે તો, આ 7 દિવસનો કોર્સ રહેશે. તેમાં 2 દિવસ થિઅરી અને 3 દિવસ પ્રેક્ટિકલ કરાવવામાં આવશે. ત્યારબાદ 2 દિવસ ડ્રોનનું ટેક્નિકલ નૉલેજ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ 7 દિવસની તાલીમ બાદ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા ફરજિયાત આપવી પડશે. આ પરીક્ષા પછી કેન્દ્રના DGCA દ્વારા પાસ થયેલા વિદ્યાર્થીઓને ફ્લાઈંગ લાઇસન્સ આપવામાં આવશે.આ લાયસન્સની આવતી પાંચ વર્ષ સુધીની રહેશે અને ત્યારબાદ તેઓએ ફરીથી પરીક્ષા આપીને લાયસન્સ (Flying License from DGCA ) રિન્યૂ કરાવવું પડશે.

વડાપ્રધાને પોતે ડ્રોન ઉડાવ્યું હતું (ફાઈલ ફોટો)

આ કોર્સમાં બીજું શું હશે? - રાજ્યની 50 ITIમાં શરૂ થનારા આ ડ્રોન કોર્સમાં વિદ્યાર્થીઓને ડ્રોનની એપ્લિકેશન, ડ્રોનના સ્પેસરપાર્ટસ, ફ્લાઈંગ ટ્રેનિંગ, સોફ્ટવેરની સમજણ, ડ્રોનના ડેટાનું વિશ્લેષણ, ડ્રોન માટેના રૂટની જાણકારી અને ક્યાં ડ્રોન કેટલું ફ્લાય લઈ શકે છે. તે તમામ બાબતનો અભ્યાસ કરવામાં આવશે. જ્યારે ડ્રોનના કોર્સની તાલીમ પૂર્ણ થયા બાદ DGCA દ્વારા લાયસન્સ (Flying License from DGCA) આપવામાં આવશે. આ સમગ્ર કોર્સ કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના (Ministry of Civil Aviation) રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (Remote Pilot Training Organization) દ્વારા તૈયાર કરવાંમાં આવ્યો છે.

આ પણ વાંચો- No Drone Zone : રાજકોટ જિલ્લામાં આટલા વિસ્તારમાં જો ડ્રોન ઉડાવશો તો બનશો સજાના પાત્ર

ડ્રોન લેબ પણ શરૂ કરાશે - રાજ્ય સરકાર દ્વારા 50 જેટલી ITI અને કૌશલ્ય યુનિવર્સિટીમાં ડ્રોઈંગ ડિઝાઈન કોર્સ શરૂ કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ મેન્યુફેક્ચરિંગ લેબ પણ શરૂ કરવામાં આવશે, જેમાં ડ્રોનના પાર્ટસ સર્વિસ અને રિપેરીંગ કઈ રીતે કરી શકાય. તે પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન ડેટા એનાલિસિસ, ડ્રોન પ્રોગ્રામિંગ કોર્સીઝની માહિતી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

દિલ્હીમાં વડાપ્રધાને ડ્રોન અંગે માહિતી મેળવી હતી (ફાઈલ ફોટો)

આ પણ વાંચો- હરિયાળી ક્રાંતિ લાવવા બનાસ ડેરીએ શરૂ કર્યું નવું અભિયાન, શક્તિપીઠ અંબાજીથી કર્યા શ્રીગણેશ

રાજ્ય સરકાર ફ્લાયઈંગ ઝોન જાહેર કરશે - ડ્રોન ચલાવા માટે તમામ જગ્યાએ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ડ્રોન ફ્લાઇંગ ઝોન (Government will declare drone flying zone) જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકાર 3 પ્રકારના ઝોન જાહેર કરશે, જેમાં એક જ રેડ ઝોન ઝોન, ગ્રીન ઝોન અને યેલો ઝોન હશે.

આ જગ્યાએ નહીં ઉડાવી શકાય ડ્રોન - ઉલ્લેખનીય છે કે, જે કેન્દ્ર સરકારના જાહેર સાહસો હોય છે. જેવા કે, કેન્દ્ર સરકારની સુરક્ષા વિભાગની કચેરીઓ, આર્મી વિસ્તાર, એરપોર્ટ જેવા વિસ્તારોમાં આ પ્રકારના ડ્રોન ઉડાડી શકાશે નહીં. જ્યારે આ કોર્સ માટેના ગ્રીન ઝોન તૈયાર કરવામાં આવશે અને યેલો ઝોનમાં અમૂક કેટેગરી માટે પોલીસ અથવા DGCAની પૂર્વ મંજૂરી લઈને ડ્રોન ઉડાડી શકાશે. આ બાબતે રાજ્ય સરકાર આગામી સમયમાં સત્તાવાર રીતે ડ્રોન ફ્લાઇંગ ઝોનની (Government will declare drone flying zone) જાહેરાત કરશે.

ડ્રોન સિસ્ટમ ક્યાં ઉપયોગી રહેશે - નામ ન આપવાની શરતે અધિકારીએ ડોન સિસ્ટમને ઉપયોગ અંગે જણાવ્યું હતું કે, આ કોર્સથી યુવાનોને રોજગારી મળશે ત્યારે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ડ્રોનથી ખેતી માટેનું વિકલ્પ પણ ખૂલ્લો રાખવામાં આવ્યો છે. ત્યારે ડ્રોનના માધ્યમથી ખેતરમાં દવાનો છંટકાવ, રિમોટ એરિયામાં વેક્સિનનો સપ્લાય, જમીનનો સરવે, પોલીસ દ્વારા સર્વેલન્સ, મેડિસીનની આપ-લે અને કુરિયરમાં પણ આ ડ્રોન સિસ્ટમ ઉપયોગી સાબિત થશે. જ્યારે ખાનગી ક્ષેત્રે પણ વિદ્યાર્તીઓ ડ્રોનમાં સારી કેરિયર બનાવી શકશે. જ્યારે ડ્રોનમાં 11 લિટરની ટાંકી સાથે ફિટ થઈ શકે તેવા ઝોન તૈયાર કરીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. જ્યારે આવા ડ્રોનની મદદથી એક મહિનામાં 50 એકર જમીનમાં દવાનો છંટકાવ કરી શકાય છે.

જૂન મહિનામાં સરકાર 100 ડ્રોન ની ખરીદી કરશે- સરકારે કોર્સ શરૂ કરવાની તૈયારી પૂર્ણ કરી છે. જોકે, કોર્સ (Drone Course to start in ITIs of Gujarat) પહેલા રાજ્ય સરકાર લગભગ 16 જેટલા ડ્રોનની ખરીદી કરશે. અને આ બાબતે રાજ્ય સરકાર જૂન મહિનાના અંત સુધીમાં ડ્રોન ખરીદી માટેનું ટેન્ડર પણ બહાર પાડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.