ETV Bharat / city

Gujarat Election Effect : 14 જિલ્લાના સવા લાખ ખેડૂતોને મળી ગયો આ લાભ, કુલ કેટલો ખર્ચો કરાશે જાણો

author img

By

Published : May 24, 2022, 4:20 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વહેલી યોજાવાના ભણકારા (Gujarat Election Effect) રાજકીય પક્ષોને લાગી રહ્યાં છે. ત્યારે અલગ અળગ જૂથના મતદારોને માટે આકર્ષે તેવા કાર્યક્રમોની ગતિવિધિ તેજ બની છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન હાજરી (CM Bhupendra Patel Online) આપી આદિવાસી ખેડૂતો (Gujarat Adivasi Vote Bank) માટે મહત્ત્વના વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

Gujarat Election Effect : 14 જિલ્લાના સવા લાખ ખેડૂતોને મળી ગયો આ લાભ, કુલ કેટલો ખર્ચો કરાશે જાણો
Gujarat Election Effect : 14 જિલ્લાના સવા લાખ ખેડૂતોને મળી ગયો આ લાભ, કુલ કેટલો ખર્ચો કરાશે જાણો

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) આદિવાસી બેઠકોનું પ્રભુત્વ અને મહત્વ (Gujarat Election Effect)તમામ રાજકીય પક્ષો દ્વારા દ્વારા આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાની તથા કેબિનેટ કક્ષાના પ્રધાનો અને રાજ્યના 14 જેટલા આદિવાસી વિસ્તારના (Gujarat Adivasi Vote Bank) એક લાખ વીસ હજાર જેટલા ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 (Agricultural Diversification Scheme ) અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ (CM Bhupendra Patel Online)પ્રારંભ કરાવ્યો હતો.

ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ

મકાઈ બિયારણ અને ખાતર કિટ વહેંચણી- કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન માટે આદિજાતિ ખેડૂતોને 0.5 એકર જમીન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના 75 હજાર જેટલા ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના અંદાજે 48,000 લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કિટ વિતરણ કરાશે. રાજ્ય સરકાર દ્વારા 2021 થી અમલમાં આવેલી આ કૃષિ વૈવિધ્યકરણની આ યોજનામાં દર વર્ષે રૂ. 30 થી 35 કરોડના ખર્ચે અંદાજે 1 લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ (Agricultural Diversification Scheme) આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ Rahul Gandhi Controversy : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગાંધીના ગુજરાતમાં આ શું કર્યુ?

કયા જિલ્લાને મળશે લાભ - આ યોજના હેઠળ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપૂર અને નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ એમ 14 આદિજાતિ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ અપાય છે, અત્યાર સુધીમાં આવા 11.69 લાખ ખેડૂતોને અંદાજે રૂપિયા 260 કરોડથી વધુનો યોજનાકીય લાભ (Agricultural Diversification Scheme) અપાયો છે, આ વર્ષથી ઓનલાઇન પોર્ટલ પર આદિજાતિ લાભાર્થી ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે. જેથી આદિજાતિ ખેડૂતોને હવે કચેરી સુધી અરજી માટે જવું ના પડે તેમજ ઘરે બેઠા પોતાની અરજીની વિગતો જાાણી શકે તેવી આ પારદર્શી પદ્ધતિમાં રજીસ્ટ્રેશનથી લઇને લાભ મંજૂરી સુધી સમગ્ર બાબતો ઓનલાઇન કરવામાં આવી છે.

મતદારોને માટે આકર્ષે તેવા કાર્યક્રમોની ગતિવિધિ તેજ

આ પણ વાંચોઃ BJP ST Morcha Meeting : નર્મદામાં ભાજપ ચૂંટણીને લઈને આદિવાસી સમાજને કર્યા કાલાવાલા

આશ્રમ શાળા માટેની ગ્રાન્ટ અપાઈ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સાથે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં 143 આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે રૂ. 83.96 કરોડનું પ્રોત્સાહક અનુદાન પણ એટ સિંગલ કલીક (CM Bhupendra Patel Online)અર્પણ કર્યુ હતું. જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના બાળકોને શિક્ષણની સુવિધા આપવા રાજ્ય સરકારે આવી આશ્રમ શાળાઓ શરૂ કરેલી છે. આદિજાતિ વિભાગ હેઠળની રાજ્યભરની 661 જેટલી આશ્રમ શાળાઓમાં અંદાજે 91 હજારથી વધુ આદિજાતિ બાળકોને રહેવા, જમવાની સગવડ સાથે ધોરણ 1 થી 12નું શિક્ષણ વિનામૂલ્યે અપાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.