ETV Bharat / city

Gujarat Election Commission : 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાઓ ધ્યાન આપો, ચૂંટણી પંચે આપી દીધી છે મહત્ત્વની તારીખો - ગુજરાતની અંતિમ મતદારયાદી

આગામી મહિનાઓમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) આવી રહી છે. આ સમયે રાજ્યમાં નવા યુવા મતદારોને નોંધણી (Gujarat Voter Registration ) કરાવવાને લઇને ગુજરાત ચૂંટણી પંચ (Gujarat Election Commission ) દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. વધુ જાણો અહેવાલમાં.

Gujarat Election Commission : 18 વર્ષે પૂર્ણ કરનારા યુવાઓ ધ્યાન આપો, ચૂંટણી પંચે આપી દીધી છે મહત્ત્વની તારીખો

author img

By

Published : Jun 28, 2022, 9:15 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જશે અને ડિસેમ્બર માસના પ્રથમ અથવા તો બીજા અઠવાડિયામાં મતદાન પ્રક્રિયા પણ થશે. ત્યારે ગુજરાત ચૂંટણી પંચ (Gujarat Election Commission )દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી કે 1 ઓગસ્ટથી ખાસ મતદાર સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં પહેલી ઓક્ટોબર 2022 સુધી લાયકાતની તારીખે (Youths completing 18 years ) 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર નોંધણી (Gujarat Voter Registration ) કરાવી મતાધિકાર પ્રાપ્ત કરી શકશે.

આ પણ વાંચોઃ Voter list 2021: જામનગરમાં 10 હજારથી વધુ યુવા મતદારો ઉમેરાયા, કલેકટરની ETV Bharat સાથે ખાસ વાતચીત

31 જુલાઈ સુધી મતદાન મથકોની ચકાસણી - ચૂંટણી પંચે (Gujarat Election Commission )જાહેર કર્યા પ્રમાણે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓના ભાગરૂપે 31 જુલાઈ 2022 સુધીમાં મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુન ગોઠવણી મતદારોની વિગતોમાં પુનરાવર્તન દૂર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા તેમજ ઇલેક્શન કાર્ડ સંબંધી પ્રશ્નનો નિકાલ કરવાની કામગીરી (Gujarat Assembly Election 2022) હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 1 ઓગસ્ટ 2022 થી 10 ઓગસ્ટ 2022 સુધી ફોર્મેટ 1 થી 8ને તૈયાર કરવા તથા એક ઓક્ટોબર 2022ની લાયકાતની તારીખને અનુરૂપ પુરવણી અને સંકલિત મતદાર યાદીનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ બાલાસિનોરના પ્રાંત અધિકારીને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ-મતદાર નોંધણી અધિકારી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત

વાંધા નિકાલ માટે ખાસ આયોજન -લોકસભાની ચૂંટણી હોય કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)હોય અનેક લોકોના મતદારયાદીમાં નામની સામે અલગ ફોટો હોય છે અથવા તો પોતાની સામે અલગ નામ હોય છે. ત્યારે આવા વાંધા નિકાલ માટે રાજ્ય ચૂંટણી પંચ (Gujarat Election Commission )દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં 12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી હક દાવા અને વાંધા રજૂ કરી શકાશે. આ જ સમયગાળા દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ શનિવાર અને રવિવારે આ પ્રકારના હક દાવા અને વાંધા નિકાલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેથી મતદારો દ્વારા રજૂ કરવામાં આવેલ હક દાવા અને વાંધાઓનો 26 સપ્ટેમ્બર સુધીમાં નિકાલ કરવામાં આવશે, જ્યારે 10 ઓક્ટોબરના રોજ ગુજરાતની અંતિમ મતદારયાદી (Gujarat final voter list ) પ્રસિદ્ધ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.