ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 626 નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 19 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 32023 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 440 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 222, સુરત મહાપાલિકા વિસ્તારમાં 185, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 47, સુરત 21, પાટણ 20, અમદાવાદ 14 રાજકોટ, આણંદ 11-11, મહેસાણા, અમરેલી 10-10, સુરેન્દ્રનગર 9, ભરૂચ, અન્ય રાજ્ય 8-8, ખેડા 7, જામનગર કોર્પોરેશન, અરવલ્લી 6-6, ભાવનગર કોર્પોરેશન 4, વડોદરા, પંચમહાલ, ગીર સોમનાથ 3-3, રાજકોટ કોર્પોરેશન, કચ્છ, ગાંધીનગર, જુનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકા 2-2, જુનાગઢ કોર્પોરેશન, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, બોટાદ અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યાં છે.
જ્યારે રાજ્યમાં 63 દર્દીઓ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. ગુજારાતમાં કોરોનાથી અત્યાર સુધી 1828 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 20656 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે.