ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના (Gujarat Corona Update) એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે કોરોના ની પ્રથમ અને બીજી લહેર માં વધુમાં વધુ ૧૪ હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે આજે જાન્યુઆરીના 29 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,974 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 21,655 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 33 દર્દીઓના દુઃખદ મૃત્યુ (Death by corona in Gujarat) થયા છે, જેમાં અમદાવાદમાં 07 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે રાજકોટ 03 બરોડામાં 03, સુરતમાં 02, સુરત ગ્રામ્ય 03, રાજકોટ ગ્રામ 02, ભાવનગર કોર્પોરેશન 04, આણંદ અને વલસાડમાં 02, ખેડા,જામનગર, ભાવનગર, અને બોટાદ જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોનાના 12,911 કેસ નોંધાયા, 22 દર્દીઓએ કોરોના સામે હારી જંગ
અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3990 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 511, બરોડા શહેરમાં 1816 અને રાજકોટમાં 716 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 21,655 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 2,13,681 નાગરિકોને રસીકરણ થયું
આજે 29જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 2,13,681 નાગરિકોને વેકસીન (Vaccination In Gujarat) આપવામાં આવી છે, જ્યારે 18થી 45 વર્ષથી વયના 26,531 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 54,442 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, ઉપરાંત 15થી 18 વર્ષના 41,349 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે, ઉપરાંત 66,829 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,75,98,722 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના 14,781 કેસ નોંધાયા, 21 દર્દીઓએ કોરોના સામે હારી જંગ
રાજ્યમાં એક્ટિવ કેસ 98,021
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 98,021 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 285 વેન્ટિલેટર પર અને 97,736 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,408 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,36,156 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 90.53 ટકા સુધી પહોંચ્યો છે.