ETV Bharat / city

Gujarat Corona Update: આજે રાજ્યમાં 7476 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ગુજરાતમાં આજે 7476 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 3 લોકોના મોત થયા છે, આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો છે.

Gujarat Corona Update: આજે રાજ્યમાં 7476 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Gujarat Corona Update: આજે રાજ્યમાં 7476 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
author img

By

Published : Jan 11, 2022, 9:04 PM IST

Updated : Jan 11, 2022, 10:51 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં હવે દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં 24 કલાકમાં 7476 કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં કુલ 8,28,406 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. કોરોનાનો રિક્વરી રેટ હાલમાં 94.59 ટકા પર છે. આજે કુલ 3,30,074 વ્યક્તિઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં 37,238 છે, જે પૈકી 34 નાગરિકો વેન્ટીલેટર પર, 37,204 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10,132 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે, આજના દિવસમાં 3 લોકોના મોત થયા છે.

કયા શહેરમાં કેટલા કેસ?

કોરોનાના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2861, સુરત શહેરમાં 1988, વડોદરા શહેરમાં 551, વલસાડમાં 189, રાજકોટ શહેરમાં 244, ભાવનગર શહેરમાં 136, સુરત જિલ્લામાં 136, ગાંધીનગર શહેરમાં 135, કચ્છમાં 121, મહેસાણામાં 108, ભરૂચમાં 92, આણંદમાં 88, જામનગર શહેરમાં 82, રાજકોટમાં 75, ખેડામાં 71, નવસારીમાં 69, મોરબીમાં 57, સાબરકાંઠામાં 56, વડોદરામાં 55, ગાંધીનગરમાં 47, જામનગર જિલ્લામાં 47, અમદાવાદ ગ્રામ્યમાં 42, સુરેન્દ્રનગર જિલ્લામાં 42, પંચમહાલમાં 24, જૂનાગઢ શહેરમાં 23, અમરેલીમા 21, બનાસકાંઠામાં 21, મહીસાગરમાં 20, ગીરસોમનાથમાં 19, ભાવનગરમાં 16, દ્વારકામાં 15, દાહોદમાં 9, નર્મદામાં 5, અરવલ્લીમાં 3, જૂનાગઢમાં 3, તાપીમાં 3, ડાંગમાં 1, પોરબંદરમાં 1 એમ કુલ રાજ્યમાં 7476 કેસો સામે આવ્યા છે.

વડોદરામાં આજે કોરોનાના 606 કેસ નોંધાયા

વડોદરામાં કોરોના કહેર વરસયો છે, ત્યારે વડોદરામાં આજે મંગળવારના એક જ દિવસમાં 606 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આ સાથે વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ પણ કોરોના સંક્રમિત થયા છે.

કચ્છમાં આજે કોરોનાના 121 કેસ આવ્યા સામ્યા

આજે કચ્છ જિલ્લામાં 121 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 367 પર પહોંચી છે. આજે 90 દર્દીઓ સાજા થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે એક પણ કેસ નોંધાયો ન હતો તથા ઓમીક્રોનના 02 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા.

સુરતમાં આજે કોરોના 1988 કેસો નોંધાયા

સુરતમાં આજે કોરોનાના 1988 કેસો સામે આવ્યા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 9880 છે. અત્યાર સુધી કુલ કેટલા કોરોનાના 1,23,500 કેસ નોંધાઇ ચૂક્યા છે. જિલ્લામાં આજે એક પણ ઓમિક્રોનનો કેસ સામે આવ્યો નથી, પરંતું કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે. જિલ્લામાં કુલ 29,833 લોકોને વેક્સિન આપવામા આવી છે.

રાજ્યમાં કેટલું રસીકરણ?

આજે રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો, 45 વર્ષથી વધારેની ઉંમરના લોકોને 10,691ને પ્રથમ ડોઝ અને 24,532 લોકોને બીજો ડોઝ આપવામા આવ્યો છે. 18થી 45 વર્ષના નાગરિકો પૈકી 55,338ને રસીનો પ્રથમ ડોઝ અને 68,069 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15થી 18 વર્ષના 41,611 બાળકોને પ્રથમ ડોઝ અપાયો છે. 1,29,172 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો છે. આજના દિવસમાં કુલ 3,30,074 રસીના ડોઝ અપાયા વિવિધ રીતે આપવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં કુલ 9,38,31,668 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: આજે રાજ્યમાં 6097 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આ પણ વાંચો Gujarat Corona Update: આજે રાજ્યમાં 6275 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

Last Updated : Jan 11, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.