- સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ 8 કેસો નોંધાયા
- તમામ કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડિજિટમાં કોરોના કેસો નોંધાયા
- આજે ફક્ત 62,842 લોકોને વેક્સિન આપવામાં આવી
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 03 ઓકટોબરના રોજ સમગ્ર રાજ્યમાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટા ભાગના જિલ્લાઓમાં જીરો કેસો કોરોનાના નોંધાયા છે. ખાસ કરીને વેક્સિન આજે બહુ ઓછું થયું હતું.
અત્યાર સુધી 6,14,4,354 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું
03 ઓકટોબરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 62,842 ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 45,759 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે બાકીનાને ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં કુલ 6,14,4,354 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 180 પહોંચ્યા
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 180 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 176 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,740 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: