- છેલ્લા 24 કલાકમાં 93 પોઝિટિવ કેસ નોંધાયા
- 326 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ ( Gujarat Corona Update )માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ ( Corona Case Gujarat ) માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે મંગળવારે રાજ્યમાં 100થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 93 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે મંગળવારે વધુ 326 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.
આ પણ વાંચો: સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 100 થી પણ ઓછા પોઝિટિવ કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ હાલ છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 39 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરત 18, વડોદરા 08 અને રાજકોટમાં 7 કેસ નોંધાયા છે.
રાજ્યમાં ટાર્ગેટના અડધા કરતા પણ ઓછું થઈ રહ્યું છે વેક્સિનેશન
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન (Vaccination) ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે મંગળવારે 2,65,614 વ્યક્તિનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,53,93,886 વ્યક્તિને રસી(vaccine) આપવામાં આવી છે. 21મી જૂનથી તમામ લોકોને રજિસ્ટ્રેશન વિના રસી આપવાનું શરૂ કરાયું છે. વેક્સિનના વધુ ડોઝ મળતા આ નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે ડોઝના હોવાથી લોકોને વેક્સિન સેન્ટર પર ધક્કો ખાવો પડી રહ્યો છે. 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,43,340 વ્યક્તિને રસીકરણ કરવામાં આવ્યું જ્યારે, 4,961 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રવિવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 112 પોઝિટિવ કેસ, ત્રણના મોત
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 3,230 એક્ટિવ કેસ છે. જેમાં 11 વેન્ટિલેટર પર અને 3,219 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ કુલ 10,056 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,10,147 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.39 ટકા સુધી પહોંચ્યો છે.