ETV Bharat / city

Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ આવી ગયો છે. જૂન મહિનામાં પોઝિટિવ કેસમાં ( Gujarat Corona Update ) ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે સોમવારે છેલ્લા 24 કલાકમાં 151 રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓના કેસો ( Corona Positive Case )સામે આવ્યા છે. જ્યારે, રવિવારે પણ આ કેસો 200ની અંદર જ નોંધાયા હતા. આ ઉપરાંત, 2 દર્દીનું કોરોનાથી મોત થયું છે. મોટા શહેરોમાં પણ કોરોના કેસો ઘટ્યા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jun 21, 2021, 10:54 PM IST

  • રિકવરી રેટ 98.09 થતા રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત
  • 619 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા

ગાંધીનગર: કોરોનાની બીજી લહેર બાદ રાજ્યમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ જૂન મહિનામાં સૌથી ઓછા કેસો ( Corona Positive Case ) સામે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 જેટલા કોરોના ( Gujarat Corona Update ) પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે, આજે સોમવારે સૌથી વધુ 619 દર્દીઓએ કોરોનાને માત આપી સજા થઇ ઘરે પરત ફર્યા છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં 2 દર્દીનું કોરોનાથી મોત થયું છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

આજે અત્યાર સુધીનું સૌથી વધુ 4,87,960 વ્યક્તિનું રસીકરણ થયું

આજથી રસીકરણ મહાઅભિયાનનો રાજ્યભરમાં પ્રારંભ કરાયો છે. જેમાં, વધારીને 5000 નવા વેક્સિનેશન સેન્ટર ઉભા કરાયા છે. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં, આજે સોમવારે 4,87,960 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ખુદ સોમવારે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત ગાંધીનગરમાં લીધી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,25,56,260 વ્યક્તિને રસી આપવામાં આવી છે. 21મી જુનથી તમામ લોકોને રજિસ્ટ્રેશન વિના રસી આપવાનું શરૂ કરાયું છે. વેક્સિનના વધુ ડોઝ મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં 5,639 જેટલા એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, હાલ કુલ 5,639 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં, 113 વેન્ટિલેટર પર અને 5526 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10034 દર્દીના સારવાર દરમિયાન મોત નોંધાયા છે. જ્યારે, અત્યાર સુધીમાં કુલ 80,6,812 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આથી, ગુજરાતમાં રિકવરી રેટ 98.09 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.