ETV Bharat / city

આજે રાજ્યમાં કોરોનાના કુલ 1,455 કેસ નોંધાયા, 16 દિવસ પછી કેસ ઘટ્યા - Gujarat

દિવાળીના તહેવારો દરમિયાન જાહેર જનતાની બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઇન્સના અભાવે રાજ્યમાં સંક્રમણ બેકાબુ બન્યું છે. અમદાવાદમાં 291, સુરતમાં 199, વડોદરામાં 133 અને રાજકોટમાં 111 કેસ નોંધાયા છે. જેથી કુલ કેસની સંખ્યા 2,18,788 થઇ છે.

આજે રાજ્યમાં કોરોનાના કુલ 1,455 કેસ નોંધાયા, 16 દિવસ પછી કેસ ઘટ્યા

author img

By

Published : Dec 6, 2020, 10:59 PM IST

  • ગુજરાતમાં 06 ડિસેમ્બરે 1,455 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • 16 દિવસનો સૌથી નીચો આંક
  • મૃતકોની ટકાવારી 8.58 ટકા જેટલી ઊંચી

ગાંધીનગરઃ 6 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં કુલ કોરોનાના કુલ 1,455 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગત 16 દિવસમાં નોંધાયેલા આ સૌથી ઓછા કેસ છે. આ સામે 1,485 દર્દીઓને સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે રવિવારે નોંધાયેલા નવા કેસના કારણે કુલ પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,18,788 થઇ છે, જ્યારે સાજા થયેલા લોકોની સંખ્યા કુલ 2,00,012 થઇ છે. જેથી સાજા થવાનો દર 91.42 ટકા થયો છે, જ્યારે મૃત્યુ દર 8.58 ટકા જેટલો રહ્યો છે. એટલે કે, કોરોનાના કેસોમાં મૃત્યુદરમાં ઊંચો છે.

ETV BHARAT
ગુજરાત કોરોના અપડેટ

06 ડિસેમ્બરે ગુજરાતમાં 69,310 કોરોના ટેસ્ટ કરાયા

અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 82,41,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 06 ડિસેમ્બરના રોજ કુલ 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે કે, એવરેજ ટેસ્ટ ગુજરાતમાં 10 લાખની વસ્તીએ 1,066 જેટલું થયું છે.

ગુજરાતમાં 5 લાખથી વધુ વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન

ગુજરાતમાં અત્યારે સરકારી આંકડા પ્રમાણે 14,695 એક્ટિવ કેસ છે. 06 ડિસેમ્બરના રોજ 5,42,138 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ હતા. જેમાંથી 5,41,880 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન અને 258 ફેસીલીટી ક્વોરેન્ટાઈન હેઠળ છે.

ગુજરાતમાં કુલ 4,081 લોકોના કોરોનાથી મૃત્યુ

એક્ટિવ કેસોમાંથી 14,608 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે 87 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કારણે કુલ 4,081 લોકોના મોત થયાં છે.

ગુજરાતના 4 મોટા શહેરોની સ્થિતિ ખરાબ

જો ગુજરાતના ચાર મોટા શહેરોની વાત કરવામાં આવે તો આજે કુલ 17 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં-10, સુરતમાં-03, રાજકોટમાં-01 અને વડોદરામાં 01 વ્યક્તિઓ સામેલ છે, જ્યારે 06 ડિસેમ્બરના રોજ નોંધાયેલા કુલ કેસોમાંથી 291 કેસ અમદાવાદમાં-199, સુરતમાં-133, વડોદરામાં અને રાજકોટમાં-111 કેસ નોંધાયા છે. 06 ડિસેમ્બરના રોજ સાજા થયેલા દર્દીઓમાં અમદાવાદમાં-291, સુરતમાં-227, વડોદરામાં-156 અને રાજકોટમાં 84 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.