- રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ
- 1420 નવા પોઝિટિવના કેસ નોંધાયા
- 24 કલાકમાં 7 દર્દીના મોત થયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો બે લાખની નજીક પહોંચી ગયો છે. ગત 24 કલાકમાં નવા 1420 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,94,402 થઈ છે. જ્યારે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 7 દર્દીનાં મોત થયા છે. આજે 1040 દર્દીને રજા આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોર્પોરેશન પ્રમાણે સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશન 305, સુરત કોર્પોરેશન 205, વડોદરા કોર્પોરેશન 116, રાજકોટ કોર્પોરેશન 83, બનાસકાંઠા 54, રાજકોટ 54, ગાંધીનગર કોર્પોરેશન 52, મહેસાણા 52, પાટણ 49, સુરત 41, વડોદરા 39, ગાંધીનગર 34, મહીસાગર 27, મોરબી 24, અમદાવાદ 22, જામનગર 22, અમરેલી 21, જામનગર કોર્પોરેશન 20, કચ્છ 20, સુરેન્દ્રનગર 19, પંચમહાલ 18, સાબરકાંઠા 16, ખેડા 15, નર્મદા 14, જૂનાગઢ કોર્પોરેશન 13, દાહોદ 12, ગીર સોમનાથ 11, આણંદ 10, ભાવનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 9, અરવલ્લી 7, દેવભૂમિ દ્વારકા 6, ભરૂચ 5, ભાવનગર 5, છોટાઉદેપુર 5, બોટાદ 3, નવસારી 2 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં 92 દર્દી વેન્ટિલેટર પર
જ્યારે રાજ્યમાં 92 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3837 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 46596 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 305 કેસ સામે આવ્યાં છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 22 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 327 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યાં છે.