- દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો
- રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 175633 થયો
- 24 કલાકમાં નવા 954 કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 175633 કેસ થયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 6 દર્દીના મોત થયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. મંગળવારે 1197 દર્દીને રજા આપવામાં આવી હતી.
24 કલાકમાં 6 દર્દીના મોત
રાજ્યમાં 24 કલાકમાં નવા 954 કેસ નોંધાયા છે. જ્યારે કુલ પોજિટિવ કેસનો આંક 175633 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. આજે 1197 દર્દીને રજા આપવામાં આવી હતી.
જિલ્લા મુજબ આંકડા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 155 અમદાવાદ કોર્પોરેશન 154, વડોદરા કોર્પોરેશન 68, સુરત 43, રાજકોટ કોર્પોરેશન 41, વડોદરા 40, પાટણ 40, મહેસાણા 39, બનાસકાંઠા 31, ગાંધીનગર કોર્પોરેશન 28, રાજકોટ 23, સાબરકાંઠા 21, નર્મદા 20, અમરેલી 19, પંચમહાલ 19, જામનગર કોર્પોરેશન 17, ભરૂચ 14, ગાંધીનગર 14, જામનગર 13, સુરેન્દ્રનગર 13, અમદાવાદ 12, ગીર સોમનાથ 12, જુનાગઢ કોર્પોરેશન 12, જામનગર કોર્પોરેશન 11, જુનાગઢ 11, ખેડા 10, કચ્છ 9, મોરબી 9, અરવલ્લી 8, દાહોદ 8, તાપી 8, આણંદ 7, મહીસાગર 6, ભાવનગર 5, છોટાઉદેપુર 5, દેવભૂમિ દ્વારકા 5, પોરબંદર 2, નવસારી 1 અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 155 કેસ
રાજ્યમાં 61 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3734 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 43034 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પોઝિટિવ કેસમાં પહેલા નંબરે રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 155 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 43 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 198 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.