- રાજ્યમાં 12 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા
- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કેસ
- છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં એકપણ દર્દીનું મોત નહીં
ગાંધીનગર: આજે બુધવારે રાજ્યના 3 મહાનગરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 ખેડા, વલસાડ અને સુરત જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ સ્થળોએ કોરોનાના માત્ર 20 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,32,476 લોકોને અપાઈ વેક્સિન
રાજ્યમાં 29 સપ્ટેમ્બરના રોજ કુલ 2,32,476 લોકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુની વયના 81,782 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે, 82,006 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,05,69,233 લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી છે.
ગુજરાતનો રિકવરી રેટ 98.76 ટકા
રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો કુલ 156 છે. જે પૈકી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 153 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,082 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટિના આંકડા બતાવે છે. જ્યારે અત્યાર સુધીમાં 8,15,678 દર્દીઓએ કોરોનાને માત આપી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે 29 સપ્ટેમ્બરની દ્રષ્ટિએ ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા પર પહોંચ્યો છે.