ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron in Gujarat)ના 24 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 03, ગાંધીનગર કોર્પોરેશનમાં 04 અને અમરેલી, આણંદ, ભરૂચ જિલ્લામાં 1-1 નવા વેરિયન્ટના ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં 73 ઓમિક્રોનના કેસ થયા છે.
અમદાવાદમાં કોરોના ફાટ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 98 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 22, વડોદરા શહેરમાં 16 અને રાજકોટમાં 33 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 65 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 4,02,136 નાગરીકોને વેક્સિન અપાઈ
આજ રોજ રાજ્યમાં કુલ 4,02,136 નાગરિકોને વેક્સિન (Gujarat vaccination) આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 44,380 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 2,54,129 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, આમ સમગ્ર રાજ્યમાં કુલ 8,85,98,366 નાગરિકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Omicron અંતિમ વેરિયન્ટ ન હોઈ શકે, પરંતુ તે ચિંતાનો અંતિમ વેરિયન્ટ હોઈ શકે!
રાજ્યમાં એક્ટિવ કેસ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1086 જેટલા એક્ટિવ કેસ (Active case in Gujarat) છે. જેમાં 14 વેન્ટિલેટર પર અને 1072 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,114 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,18,363 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: Omicron Booster Shots: ટોચના વાઈરોલોજિસ્ટ કહે છે કે, ભારતમાં બુસ્ટર શોટ્સ જરૂરી હોઈ શકે