ETV Bharat / city

Gujarat Corona Update: અમદાવાદમાં કોરોનાના 17 કેસો, રાજ્યમાં કુલ 48 કેસો નોંધાયા - કોરોનાની બીજી લહેર

ગુજરાતમા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસોનો આંકડો (Gujarat Corona Update) વધી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 48 કેસો નોંધાયા હતા, તેમાંથી 17 કેસો અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા હતા. જેથી અમદાવાદમાં કોરોનાને લઈને ફરી ફફડાટ ફેલાયો છે. જો કે, બીજી લહેર બાદ 20ની નીચે કોરોના પોઝિટિવ કેસો રાજ્યમાં હોવાથી કોરોના પર એક સમયે કાબૂ જોવા મળ્યો હતો. કારણ કે બીજી લહેર બાદ કોરોનાના સૌથી ઓછા કેસો નોંધાયા છે.

Gujarat Corona Update: અમદાવાદમાં કોરોનાના 17 કેસો, રાજ્યમાં કુલ 48 કેસો નોંધાયા

author img

By

Published : Dec 6, 2021, 7:04 AM IST

  • છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મૃત્યુ
  • ઓમિક્રોન વચ્ચે કેસોને લઈ ચિંતા
  • 349 પર પહોંચ્યા એક્ટિવ કેસો

ગાંધીનગર: કોરોનાની બીજી લહેર બાદ રાજ્ય (Gujarat Corona Update)માં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે, જેમાં આજે 50ની નજીક કોરોના દર્દીઓના કેસો નોંધાયા છે. જ્યારે એક દર્દીનું કોરોનાના કારણે દુ:ખદ મૃત્યુ થયું છે. લોકોએ માસ્ક પહેરવું સોશીયલ ડિસ્ટન્સ જાળવવું વગેરે બાબતમાં પણ બેદરકારી દાખવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 17 કેસો ઉપરાંત અન્ય મહાનગરોમાં સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 4 તો જામનગરમાં 2 કેસો નોંધાયા છે.

રાજ્યમાં હજુ પણ 349 એક્ટિવ કેસ, 07 દર્દીઓ વેન્ટિલેટર પર

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 349 જેટલા એક્ટિવ કેસ (Active cases in gujarat) છે. જેમાં 7 વેન્ટિલેટર પર અને 342 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10095 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 81,7,263 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં 1.39 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી

રાજ્યમાં આજે 1,39,589 લોકોએ વેક્સિન (Vaccination in gujarat)લીધી છે. જેમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા બાદ વેક્સિનનો બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા વધી રહી છે. લોકો પણ અવેર થઈ રહ્યા છે. તેમાં પણ હર ઘર દસ્તક અંતર્ગત લોકોના ઘરે જઈ વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યા બાદ સમય વિતી ગયો છે, તેવા અને બાકી રહી ગયેલા લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં કેન્દ્ર સરકારના આદેશ બાદ બૂસ્ટર ડોઝ પણ આપવાની શરૂઆત થઈ શકે છે.

આ પણ વાંચો: ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ સુધી ઓમિક્રોનના એટલા કેસો નથી, જેથી વાયબ્રન્ટ સમીટ પર અસર પડે: આરોગ્ય પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.