- રાજ્યમાં કોરોના પર કન્ટ્રોલ
- છેલ્લા 24 કલાકમાં 10,990 પોઝિટિવ કેસ નોંધાયા
- 15,198 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 118 દર્દીના મોત
- અમદાવાદમાં 3,095, સુરતમાં 790, રાજકોટ 334 અને બરોડામાં 459 કેસ નોંધાયા
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીનાના સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 10,990 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે મંગળવારે સૌથી વધુ 15,198 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 118 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે આજે મંગળવારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.
અમદાવાદમાંમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા એપ્રિલ મહિનામાં અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3,059 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 6,668 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. સુરતમાં 790, રાજકોટમાં 334 અને બરોડામાં 598 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 159 કેસ નોંધાયા
રાજ્યમાં આજે મંગળવારે કેટલુ વેક્સિનેશન થયુ ?
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યારે સમગ્ર રાજ્યમાં 1,43,79,365ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણના ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આજે મંગળવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે મંગળવારે 18થી 44 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 29,098 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. જ્યારે રિકવરી રેટમાં વધારા સાથે કુલ 80.04 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે આજે મંગળવારે કુલ 2,18,513 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં હેલ્થ કેર વર્કર પ્રથમ ડોઝ 4292, હેલ્થ વર્કર બીજો ડોઝ 18,430, 45 વર્ષથી વધુની ઉંમરના પ્રથમ ડોઝ 30,674 , 45 વર્ષથી વધુની ઉમરના બીજો ડોઝ 1,36,019 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 14,931 દર્દીએ કોરોનાને માત આપી
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,31,832 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 798 વેન્ટિલેટર પર અને 1,31,034 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 8,629 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓએ કોરોનાને માત આપી છે.