- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ (Corona Cases) નોંંધાયા, 22 સાજા થયા
- 5 મહાનગર અને 29 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી
- રાજ્યમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) સતત ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ (Corona Cases) નોંધાયા હતા. કોરોનાના કેસની (Corona Cases) વિગતે વાત કરીએ તો, સુરતમાં 7, નવસારીમાં 4, અમદાવાદ અને વલસાડમાં 3-3, ખેડામાં 2, વડોદરામાં 1 કેસ નોંધાયો હતો. રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારબાદ હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા. કોરોના સંક્રમણ કાબૂ કરવા રાજ્ય સરકાર (State Government) સફળ નીવડી હતી, પરંતુ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ, 318 મોત
વલસાડમાં સતત બીજા દિવસે એક મૃત્યુ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદી મુજબ, છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો 6 દર્દી સાજા થયા છે. આજે સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં એક મૃત્યુ નીપજ્યું છે.
આ પણ વાંચોઃ AMC દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા આપશે Corona Vaccine, આજે નવરાત્રિના પ્રથમ દિવસથી કરાયો પ્રારંભ
આજે 4,72,739 નાગરિકો વેક્સિન અપાઈ
6 ઓક્ટોબરે રાજ્યમાં કુલ 4,72,739 નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,19,984 નાગરિકોને વેક્સિનનો પ્રથમ તો 2,10,429 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,33,28,701 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સક્રિય કેસ 179
રાજ્યમાં અત્યારે કોરોનાના સક્રિય 179 કેસ છે, જેમાં 4 વેન્ટિલેટર પર અને 175 દર્દીઓ સ્ટેબલ છે. તો કુલ મૃત્યુ 10,085 થયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 8,15,816 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે ગુજરાતમાં સાજા થવાનો દર 98.76 ટકા સુધી પહોંચ્યો છે.