ગાંધીનગરઃ રાજ્ય સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકોની (Control room for those trapped in Ukraine) મદદ કરવા અને તેમની માહિતી એકત્રિત કરવા માટે કન્ટ્રોલ રૂમ (Gujarat Control Room) તૈયાર કર્યો છે. સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વિશેષ કન્ટ્રોલ રૂમ (Gujarat Control Room) તૈયાર કર્યો છે. અહીં ગણતરીના જ કલાકોમાં 77થી વધુ ફોન કોલ આવ્યા છે. આ તમામ ફોન યુક્રેનમાં ફસાયેલા લોકોના (Phones at the control room of people trapped in Ukraine) પરિવારજનોના હતા.
યુક્રેનમાં ફસાયેલા લોકોની માહિતી કરવામાં આવી રહી છે એકત્રિત
આપને જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેનના યુદ્ધ પર (Russia Ukraine War) સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારતીયો ફસાયા (Indians trapped in Ukraine) છે. તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એક કન્ટ્રોલ રૂમ (Gujarat Control Room) શરૂ કર્યો છે. આ સાથે જ સરકાર યુક્રેનમાં ફસાયેલા લોકોની માહિતી એકત્રિત (Information on people trapped in Ukraine) કરી રહી છે. ગુજરાત સરકારે પણ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક ખાસ કન્ટ્રોલ રૂમ તૈયાર કર્યો છે.
આ પણ વાંચો- Patan Students In Ukraine : યુક્રેનમાં પાટણ જિલ્લાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા
ગુજરાત સરકાર બનાવશે ડેટા
ગુજરાત સરકાર દ્વારા ઈમરજન્સી સ્ટેટ ઓપરેશન સેન્ટર ખાતે યુક્રેનમાં ફસાયેલા લોકોનો ડેટા એકઠા કરવાની તૈયારી (Information on people trapped in Ukraine) શરૂ કરી દેવાઈ છે. અત્યારે 77થી વધુ લોકોના ડેટા આવ્યા છે. આ તમામ ડેટા એકત્ર કરીને પ્રતિ દિવસે કેન્દ્ર સરકારમાં અને યુક્રેનની ઈન્ડિયન એમ્બેસીમાં મોકલવામાં આવી રહ્યો છે. આમ, ગુજરાતમાંથી અનેક વિદ્યાર્થીઓ અને અભ્યાસઅર્થે ગયેલા ગુજરાતના લોકો (Indians trapped in Ukraine) ફસાયા છે. ત્યારે આ તમામ લોકોને ગુજરાતમાં પરત લાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામગીરી હાથ ધરી છે.
એરલિફ્ટ કરાવવા માગી મદદ
મહત્વની વાત કરીએ તો, યુક્રેનમાં અને ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ફ્લાઈટ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આમાંથી રાજ્યના બાદ જિલ્લામાંથી અત્યારે 70થી વધુ લોકોની માહિતી સરકારને પ્રાપ્ત થઈ છે. જ્યારે યુગમાં ફસાયેલા ગુજરાતીઓને એરલિફ્ટ કરવા બાબતે પણ સરકારની મદદ માગવામાં આવી છે. આમ, રાજ્ય સરકારે લીધેલી તમામ ઈન્કવાયરી અને માહિતી વિદેશ મંત્રાલયને મોકલી આપવામાં આવશે.
ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો હતો પત્ર
કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પર ગુજરાતના 2,000થી વધુ લોકો યુક્રેનમાં ફસાઈ (Indians trapped in Ukraine) ગયા હોવાની વાત પત્ર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવી છે. ત્યારે આ તમામ લોકોનો એરલિફટ થાય તેવી પણ માગ કિરીટ પટેલે (MLA Kirit Patel demands for Airlift Students from Ukraine) કરી હતી.