ગાંધીનગર : દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહી છે અને નવા વેરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની શંકા પણ તજજ્ઞ દર્શાવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ દેશને સંબોધન કરીને 3 જાન્યુઆરીથી દેશના 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો (Gujarat Child Vaccination)ને કોરોનાની રસી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પણ રસીના બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો પંદર વર્ષથી 18 વર્ષ સુધીના કુલ 35થી 40 લાખ જેટલા બાળકો વેક્સિનને પાત્ર રહેશે.
રાજયમાં 15થી 18 વર્ષના કુલ 35થી 40 લાખ બાળકો
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ 35થી 40 લાખ બાળકો જે વ્યક્તિ લેવાને પાત્ર છે કે જ્યારે આ તમામ બાળકોને કેન્દ્ર સરકારની ધારાધોરણ પ્રમાણે આપવામાં આવશે (children will be vaccinated ). આ સાથે જ બાળકોને વ્યક્તિના આપવા બાબતે મંગળવારે કેન્દ્ર સરકાર સાથે એક ખાસ વિડીયો કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ ખાસ બેઠક યોજીને બાળકોને કઈ રીતે રસી આપવી તે બાબતે ખાસ યોજના તૈયાર કરવામાં આવશે...
રસીના સ્ટોક બાબતે મનોજ અગ્રવાલનું મહત્વનું નિવેદન
રસીના સ્ટોક બાબતે આરોગ્ય ગ્રહ સચિવ મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે બાળકો માટે અલગથી સ્ટોક આવશે કે નહીં તે આવનારા સમયમાં ખબર પડશે, પરંતુ દર મહિને રાજ્ય સરકાર પાસે ત્રણ કરોડની રસીનો સ્ટોક આવે છે, ત્યારે આ બાબતે પણ આયોજન કરીને બાળકો માટે ખાસ કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ ચેઈન અને તમામ જગ્યા ઉપર રસીના પૂરા જથ્થા સાથે જ વેક્સિનેશનનો પ્રારંભ (Child Vaccination Start) કરવામાં આવશે.
બુસ્ટર ડોઝની કિંમત બાબતે કેન્દ્ર સરકાર કરશે નિર્ણય
ગુજરાતના વયસ્ક નાગરિકોને રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 ડિસેમ્બરના રોજ બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આમ બુસ્ટર ડોઝની કિંમત કઈ રીતની હશે નિશુલ્ક હશે કે નહીં તે તમામ પ્રકારની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફક્ત બુસ્ટર ડોઝ 10 જાન્યુઆરીએ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 60 વર્ષથી વધુની ઉંમરના કુલ 70 લાખથી વધુ નાગરિકોનો સમાવેશ થશે ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સમાં કુલ 19,19,010 આસપાસના નાગરિકોને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
શાળા કોલેજમાં શરૂ થશે કેમ્પ
3 જાન્યુઆરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15થી 18 વર્ષના બાળકો માટેની રસીની જાહેરાત કરી છે, ત્યારે આવનારા સમયમાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ બંને સાથે મળીને શાળા અને કોલેજ ખાતે પણ વ્યક્તિ નેશન કેમ્પ યોજીને વધુમાં વધુ બાળકોને રસીકરણ થઈ શકે તે બાબતનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આમ તમામ કોલેજો યુનિવર્સિટી અને શાળાઓમાં જઈને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવશે. જેથી ટૂંક સમયમાં જ તમામ બાળકોનુ રસીકરણ થઈ શકે અને ત્રીજી લહેરથી બાળકોને બચાવી શકાય.
આ પણ વાંચો: Omicron અંતિમ વેરિયન્ટ ન હોઈ શકે, પરંતુ તે ચિંતાનો અંતિમ વેરિયન્ટ હોઈ શકે!
આ પણ વાંચો: Super Immunity Against COVID: પ્રગતિશીલ સંક્રમણ કોવિડ 19 સામે સુપર ઇમ્યુનિટીનો વિકાસ કરે છે