ETV Bharat / city

આજે યોજાશે ગુજરાત કેબિનેટ બેઠક, PM મોદીના સંભવિત કાર્યક્રમ અંગે થશે ચર્ચા - lumpy skin disease

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (gujarat cabinet meeting today) યોજાશે. તો આ બેઠકમાં કર્મચારીઓના આંદોલન, ઢોર નિયંત્રણ બિલ (Gujarat Cattle Control Bill ) પરત ખેંચવા સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ (PM Modi Gujarat Visit) અંગે ચર્ચા કરાશે.

આજે યોજાશે ગુજરાત કેબિનેટ બેઠક, PM મોદીના સંભવિત કાર્યક્રમ અંગે થશે ચર્ચા

author img

By

Published : Sep 20, 2022, 8:43 AM IST

ગાંધીનગર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (gujarat cabinet meeting today) યોજાશે. ત્યારે મળતી માહિતી પ્રમાણે, આ બેઠકમાં કર્મચારીઓના આંદોલન, રખડતા ઢોર બિલ પરત ખેંચવા (Gujarat Cattle Control Bill) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 30 સપ્ટેમ્બરે સંભવિત કાર્યક્રમ (PM Modi Gujarat Visit) અંગે ચર્ચા કરાશે. સાથે જ બજેટમાં કરેલા નવા કામોની જોગવાઈની મંજૂરી અને નવા પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરવામા આવશે.

ઢોર પકડવા બાબતનું આયોજન ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા ઢોર પકડવા બાબતે કડક અમલીકરણની સૂચના રાજ્ય સરકારને આપવામાં આવી છે અને રાજ્ય સરકારની ઝાટકણી પણ કાઢવામાં આવી છે. આ ઉપરાંત વિધાનસભામાં ઢોર પશુ નિયંત્રણ બિલ (Gujarat Cattle Control Bill) જે પસાર કરવામાં આવ્યું હતું. તેની કોપી પણ હાઇકોર્ટમાં મગાવવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને રાજ્ય સરકારનું આયોજન રખડતા ઢોરોને રસ્તાઓ પરથી કઈ રીતે દૂર કરવા માં આવે તે બાબતની ચર્ચા પણ થઈ શકે છે.

ઢોરવાડા બનાવવાની કરી હતી જાહેરાત ઉલ્લેખનીય છે કે, અઠવાડિયાની બેઠકમાં (gujarat cabinet meeting today) રાજ્ય સરકારે તમામ તાલુકા જિલ્લામાં અને મહાનગરપાલિકામાં ઢોરવાડા બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે તે પ્રોજેક્ટનો રિવ્યૂ પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.

તહેવારોને લઈને સુરક્ષાની સમીક્ષા રાજ્યમાં 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવ શરૂ (Navratri Festival 2022) થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના શક્તિપીઠ ઉપર નવરાત્રિનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. આ બાબતે પણ કેબિનેટ બેઠકમાં (gujarat cabinet meeting today) ચર્ચા કરવામાં આવશે અને તમામ પ્રધાનોને કેબિનેટ બેઠકમાં કયા શક્તિપીઠ ઉપર ક્યારે હાજર રહેવું. તે બાબતની પણ ચર્ચા અને જવાબદારી પ્રધાનોને સોંપવામાં આવી શકે છે.

PM મોદીનો સંભવિત કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને (PM Modi Gujarat Visit) લઈને દર મહિને ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને અલગ અલગ ઝોનમાં મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં સંગઠન દ્વારા એક લાખની એકઠી કરીને યુવા સંમેલનનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi Gujarat Visit) સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ કયા સ્થળે કાર્યક્રમ યોજી શકાય તે બાબતની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશેય ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના ઓલપાડ ખાતે આવી રહ્યા છે ત્યારે તે બાબતની બેઠકમાં પણ ચર્ચા થઈ શકે છે.

બજેટમાં કરેલ જોગવાઈ યોજનાનો અમલ ગુજરાત વિધાનસભામાં ભુપેન્દ્ર પટેલની સરકારે (CM Bhupendra Patel) રજૂ કરેલા બજેટમાં તમામ બજેટની યોજનાઓ અને નવી યોજનાઓનો અમલીકરણ થાય અને લોકોને નવી સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય તે બાબતની આયોજન અને ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.

બજેટમાં જોગવાઈ કરાયેલી યોજનાઓનું ઝડપી અમલીકરણ ઉલ્લેખનીય છે કે, હવે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections 2022 ) ગણતરીના દિવસોની જ વાર છે. ગમે ત્યારે દિવાળીની આસપાસ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે તાત્કાલિક ધોરણે બજેટમાં કરાયેલી અગત્યની અને મહત્વની યોજનાઓનો અમલીકરણ બાબતની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં (gujarat cabinet meeting today) થઈ શકે છે.

લમ્પી કેસ બાબતે આયોજન રાજ્યના 22 જિલ્લાઓમાં લમ્પી વાયરસના (lumpy skin disease) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વાયરસ સરકારના માથા ના દુખાવો સમાન બની રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે લમ્પી વાયરસના કેસ કઈ રીતે નીચે આવે અને તમામ જિલ્લાઓમાં આ વાયરસ કન્ટ્રોલમાં આવે તે બાબતનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.

આંદોલન ઠારવા બાબતે આયોજન રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક લોકો આંદોલન કરી રહ્યા છે, જેમાં સરકારી કર્મચારીના 72 સંગઠનોનો પણ સમાવેશ થયો છે અને જૂની પેન્શન સ્કીમની માગ કરી રહી છે. ત્યારે કેબિનેટ બેઠકમાં (gujarat cabinet meeting today) રાજ્ય સરકાર દ્વારા કમિટી દ્વારા કેટલા આંદોલનો પૂર્ણ કરવામાં આવ્યા છે અને હજી કેટલા આંદોલનનો યથાવત્ છે તે બાબતનો રિપોર્ટ પણ રજૂ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.