ગાંધીનગર : રાજ્ય સરકારની કેબિનેટ બેઠક દર બુધવારે મળતી હોય છે પરંતુ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પોતાના મત વિસ્તારમાં વધુ સમય પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા મંગળવારે કેબિનેટ બેઠક યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 19 જુલાઈના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું છે.સવારે 10 કલાકે કેબિનેટ બેઠક (Gujarat Cabinet meeting) મળશે.
પાક સર્વે બાબતે ચર્ચા - ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી છે અને રસ્તાઓ સહિત ખૂબ જ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ પાક બાબતની વાત કરવામાં આવે તો આજે કૃષિપ્રધાન રાઘવજી પટેલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી કે જેમાં દક્ષિણ ગુજરાતમાં થયેલ પાક નુકસાન બાબતે સર્વે (Crop survey and Road damage survey) કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે પાક સર્વે બાબતની પણ મહત્વની ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજ્યમાં પશુ પાલકોની ચિંતા વધી, આ શહેરમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર થયું દોડતું
વડાપ્રધાન મોદીના કાર્યક્રમ બાબતે ચર્ચા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Narendra Modi visit to Gujarat) આવવાના હતાં. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 અને 29 જુલાઈ ફરીથી ગુજરાતના પ્રવાસે આવનારા છે ત્યારે સાબરકાંઠા અને ગાંધીનગર પ્રવાસમાં જવાના છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આ બાબતે ખાસ તૈયારીઓ ફરીથી શરૂ કરવામાં.
આ પણ વાંચોઃ હાડકા મજબુત હોય તો જ આ નેશનલ હાઈવે પર નીકળજો, જુઓ ખખડતા વાહનોનો વીડિયો
લંપી વાયરસ બાબતે ચર્ચા -રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનમાં લંપી વાયરસ (Lumpy virus in Saurashtra zone) છે ખૂબ ચર્ચા જગાવી છે. ત્યારે લંબી વાયરસને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં રસીકરણની (Vaccination in cattle) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પાંચ જેટલા કેસો પણ સામે આવ્યા છે ત્યારે વધુ કેસો સામે આવે નહીં તેને ધ્યાનમાં લઈને વધુ આયોજન બાબતે કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet meeting) ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મંકી પોક્સ બાબતની પણ ખાસ ચર્ચા આરોગ્ય વિભાગ સાથે પણ કરવામાં આવશે અને આરોગ્ય વિભાગની તૈયારી કઈ રીતની છે તે બાબતે પણ વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે.