ETV Bharat / city

Gujarat Cabinet Meeting: શાળા પ્રવેશોત્સવ, પ્રિમોન્સૂન કામગીરી સહિતના મુદ્દા પર થશે ચર્ચા

ગાંધીનગરમાં આજે (મંગળવારે) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે. તો આ બેઠકમાં પીવાના પાણી મુદ્દે, શાળા પ્રવેશોત્સવ (Discussion on Praveshotsav in Cabinet Meeting) સહિતના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

Gujarat Cabinet Meeting: શાળા પ્રવેશોત્સવ, પ્રિમોન્સૂન કામગીરી સહિતના મુદ્દા પર થશે ચર્ચા
Gujarat Cabinet Meeting: શાળા પ્રવેશોત્સવ, પ્રિમોન્સૂન કામગીરી સહિતના મુદ્દા પર થશે ચર્ચા
author img

By

Published : Jun 7, 2022, 11:47 AM IST

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર બુધવારે બેઠકનું (Gujarat Cabinet Meeting) આયોજન કરવામાં આવે છે. જોકે, આજે (મંગળવારે) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોઈ સત્તાવાર પ્રવાસ ન હોવાના કારણે આજે બપોરે 2 વાગ્યે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting) યોજાશે, જેમાં પીવાના પાણી મુદ્દે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ, શાળા શરૂ થવાની તૈયારીઓ, શાળા પ્રવેશોત્સવ (Discussion on Praveshotsav in Cabinet Meeting) અને રાજ્યમાં વધતાં કોરોનાના કેસ મુદ્દે પ્રાથમિક ચર્ચા થઇ શકે છે.

PM મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાનના ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા શક્ય - ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનો ગુજરાત પ્રવાસ મહિનામાં 2 વખત થઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 અને 10 જૂને વડોદરા આવી રહ્યા છે. જ્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Gujarat Visit ) 12 જૂને ગુજરાત આવી રહ્યા છે અને રાજ્ય સરકારના સહકાર વિભાગના પૂર્વ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) તેમના પ્રવાસ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

ગામતળ જમીન બાબતે ચર્ચા - છેલ્લા ઘણા વર્ષોથી જમીન બાબતે કામ પર અને સીમતળના વાડાના પ્રશ્ન અટવાયેલા છે. તેમાં રાજ્ય સરકારે સીમતળના વાડા માલધારીઓને આપ્યા છે, પરંતુ ગામતળના વાડા હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આજની કેબિનેટમાં (Gujarat Cabinet Meeting) આ અંગે પણ મહત્વના નિર્ણય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 50 વર્ષથી પડતર પ્રશ્નો આજે કેબિનેટને મંજૂરી આપવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચો- આ જિલ્લામાં બનશે ટેક્સટાઈલ પાર્ક, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

પ્રિ મોન્સૂનની કામગીરી - રાજ્યમાં 15 જૂનથી સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકાઓમાં પ્રિ મોન્સુન કામગીરી (Premonsoon operations in the state) કરવામાં આવી રહી છે. આથી લોકોને વરસાદમાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. તેમ જ વરસાદમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરાય નહીં. તે બાબતે કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરવામાં આવશે અને જે કોર્પોરેશનમાં અથવા તો તાલુકા જિલ્લામાં પ્રિમોન્સુન કામગીરી (Premonsoon operations in the state) બાકી હોય તો તેવા જિલ્લા તાલુકા અને કોર્પોરેશનની તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવાની પણ સૂચના આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો- આ જગ્યાએ આવીને કેરી ખાઈને નહીં પણ જોઈને જ ધરાઈ જશો, CMએ મહોત્સવનો કર્યો પ્રારંભ

કોરોનાના કેસમાં વધારો - રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના સામાન્ય કેસમાં (Corona Cases in Gujarat) વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 50ને પાર આવી રહ્યો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ કેસની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આજની (Gujarat Cabinet Meeting) કેબિનેટમાં પોતાના કેસ માટે વધી રહ્યા છે અને તેને કન્ટ્રોલ કરવા કઈ રીતે કામગીરી કરવી પડે. તેની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી કોરોનાના કેસ વધે છે. ત્યારથી કેબિનેટ બેઠકમાં તેની સમીક્ષા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.