ETV Bharat / city

રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ તેની અસરથી આકસ્મિક રીતે રાજ્યમાં 13 લોકોના મૃત્યુ થયા છે. 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જ્યારે 3,850 ગામોમાં કામગીરી ચાલી રહી છે. વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં બે દિવસમાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય તે રીતે રિસ્ટોરેશન અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યપ્રધાને તંત્રને તાકીદ કરી છે.

રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
author img

By

Published : May 18, 2021, 11:52 PM IST

  • ગુજરાત તૌકતે વાવાઝોડાની અસરથી મુક્ત
  • યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન, રાહત કામગીરી કરાશે
  • યોગ્ય વ્યક્તિઓને આર્થિક સહાય ધારાધોરણ મુજબ અપાશે

ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, અગમચેતી અને પ્રધાનોથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તૌકતે વાવાઝોડામાંથી મુક્ત થયું છે. મંગળવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મીડિયાના માધ્યમથી ગુજરાતને સંબોધન કરતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વાવાઝોડાની વિશેષ અસર થઈ છે, એવા જિલ્લાઓમાં સરકારના તમામ વિભાગો યુદ્ધના ધોરણે રિસ્ટોરેશન અને રાહત કામગીરી શરૂ કરશે.

રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

ખેતીવાડી, પશુપાલન, મત્સ્યોધોગને પહોંચેલા નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આવતીકાલથી એટલે કે બુધવારથી રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુક્સાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે, તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુક્સાન થયું છે. ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે. તેમણે કહ્યું કે, યોગ્ય તમામ વ્યક્તિઓને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની કામગીરી હાથ ધરાશે.

83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો, છતાંય કોઈ અવરોધ નહીં

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના અગમચેતીભર્યા પગલાંને કારણે ગુજરાતની એક પણ કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ જ તકલીફ પડી નથી. ગુજરાતમાં કુલ 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 કોવિડ હોસ્પિટલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં હતી. તેમાંથી 83 હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આમ છતાં તમામ હોસ્પિટલોમાં જનરેટર સેટ અને ડીઝલની આગોતરી વ્યવસ્થા હોવાને કારણે એક પળ માટે પણ વીજ પુરવઠામાં અવરોધ સર્જાયો ન હતો. અસર પામેલા જિલ્લાઓ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરીને વિસ્તૃત વિગતો મેળવી હતી, એટલું જ નહીં તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને રિસ્ટોરેશન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાની સુચના મુખ્યપ્રધાને આપી હતી.

5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો, 2101 પૂર્વવત કરાયો

વાવાઝોડાને કારણે ઝાડ પડવાના અને વીજળીના થાંભલા પડી જવાના બનાવો વધુ બન્યા છે. પરિણામે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને મંગળવારે સાંજ સુધીમાં તે પૈકીના 2,101 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત ચાલુ થઇ ગયો છે. વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં કોમ્યુનિકેશન પૂર્વવત થઈ જાય તે માટે મોબાઈલ કંપનીઓ સાથે તાકિદે બેઠક કરીને મોબાઇલ ટાવર્સ અને તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર આવતીકાલે સાંજ સુધીમાં પૂર્વવત થઈ જાય તેવા પ્રયત્નો કરવા સૂચનાઓ આપવામાં આવી છે. વાવાઝોડાથી ઉનાળુ પાકને ઓછું નુક્સાન ગયું છે, પરંતુ કેરી અને નાળિયેરી જેવા પાકોને સારું એવું નુક્સાન ગયું છે. રાજ્ય સરકાર તમામ નુક્સાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે અને ધારાધોરણ મુજબ આગળના નિર્ણયો લેશે.

વાવાઝોડાથી 69,429 વીજ થાંભલાઓ તૂટ્યા, એક દિવસમાં પૂર્વવત થશે

વાવાઝોડાને કારણે વીજળીના થાંભલા પડવાના અને સબ સ્ટેશનમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, 220 કેવી ના પાંચ વીજ સબસ્ટેશન અને 66 કેવીના 165 સબ સ્ટેશનને અસર થઇ હતી. રાજ્ય સરકારની વીજ કંપનીઓએ 950 જેટલી ટુકડીઓને કામે લગાડી છે અને આવતીકાલ રાત સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઈ જાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં 69,429 વીજ થાંભલાઓ વાવાઝોડાને કારણે તૂટી ગયા છે, પરંતુ 81 હજાર જેટલા વીજ થાંભલા સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે એટલે તમામ થાંભલાઓના રિપ્લેસમેન્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

આગામી બે દિવસ માત્ર રિસ્ટોરેશન અને રાહત કામગીરી પર જ ધ્યાન અપાશે

માર્ગ, વ્યવહાર વિશે વિગતો આપતાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે, વૃક્ષ પડવાથી ગુજરાતના 674 રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ હતા. તે પૈકીના 562 રસ્તાઓ પર માર્ગ વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઇ ગયો છે. 112 રસ્તાઓના રીપેરીંગ અને સાફ-સફાઈના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર વહીવટીતંત્ર આગામી બે દિવસ માટે રિસ્ટોરેશન અને રાહત કામગીરી કરશે. ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વાવાઝોડા પછી પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં જઈને આરોગ્ય સર્વેક્ષણ પણ હાથ ધરશે. તમામ વિસ્તારોમાં મોટા પાયે સાફ-સફાઈની આવશ્યકતા હોવાથી સુરત, રાજકોટ અને જામનગર જેવા મહાનગરપાલિકા વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં સફાઈ કામદારો વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે બુધવારે સવારથી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.