ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : રાજકીય પક્ષોએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું, ચૂંટણી પહેલાંનો પ્રથમ તબક્કો

ભારતના સમૃદ્ધ રાજ્યો પૈકીના એક ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણીઓ ( gujarat assembly election 2022 ) આવી રહી છે. ત્યારે હવે ગણતરીના મહિનાઓ બાકી રહેતાં રાજ્યના મહત્ત્વના રાજકીય પક્ષો ભાજપ, ( BJP ) કોંગ્રેસ (Congress ) અને મેદાનમાં પહેલીવાર ઊતરનારા આમ આદમી પાર્ટીના ( AAP ) શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા લોકો સુધી પહોંચવા માટે ચૂંટણી પ્રચારની રણનીતિઓ ( Elections campaign strategy ) ઘડાઈ છે અને પ્રથમ તબક્કાની કામગીરી શરુ થઇ ગઇ છે.

Gujarat Assembly Election 2022 : રાજકીય પક્ષોએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું, ચૂંટણી પહેલાંનો પ્રથમ તબક્કો
Gujarat Assembly Election 2022 : રાજકીય પક્ષોએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું, ચૂંટણી પહેલાંનો પ્રથમ તબક્કો
author img

By

Published : Nov 16, 2021, 6:33 PM IST

  • વિધાનસભા ચૂંટણી 2022નો પ્રથમ તબક્કો શરૂ
  • રાજકીય પક્ષોએ જનસંપર્ક અને કાર્યકર્તા નોંધણી કાર્યક્રમ શરૂઆત કરી
  • રાજ્યમાં 11 મહિના બાદ યોજાશે વિધાનસભાની ચૂંટણી
  • આપ ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે જામશે ચૂંટણીનો જંગ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ( gujarat assembly election 2022 ) હવે ગણતરીના જ મહિનાઓની વાર છે. લગભગ નવેમ્બર 2022માં એટલે કે એક વર્ષ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીના પ્રથમ તબક્કાની કામગીરી એવી જનસંપર્ક કામગીરીની ( Elections campaign strategy ) શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ (Congress ) પક્ષ દ્વારા રાજસ્થાનના આરોગ્યપ્રધાન અને ગુજરાતના કોંગ્રેસ પ્રભારી એવા રઘુ શર્માએ ( Gujarat Congress In-charge Raghu Sharma ) જન સંપર્ક યાત્રાની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ ( AAP ) મિસકોલ સિસ્ટમ શરૂ કરી છે, ત્યારે ભાજપ પક્ષ ( BJP ) દ્વારા પણ સભ્યોની સંખ્યા વધારવાની કામગીરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભાજપની કામગીરી તમામથી અલગ

જનસંપર્ક અભિયાન ( Elections campaign strategy ) બાબતે ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે ( Gujarat BJP spokesperson Yagnesh Dave ) ETV Bharat સાથે ખાસ ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે અન્ય રાજકીય પક્ષો કરતા ભાજપની ( BJP ) કામગીરી સંપૂર્ણ અલગ છે. અમે તમામ લોકોને સમજાવીએ છીએ કે જેઓ સરકારી લાભોથી વંચિત રહી ગયા હોય તેવા લોકોને અમે લાભ અપાવીએ છીએ. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( PM Modi ) વિકાસલક્ષી કામગીરી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ( HM Amit Shah ) રાષ્ટ્રવાદી વિચારોથી સમિતિના સભ્યો બનાવ્યાં છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકરો સુધી પહોંચે છે અને કાર્યકરોને પક્ષની અંદર લાવવા માટે સમજાવે છે અને સરકારી લાભોથી વંચિત રહે અથવા તો જે લોકોને સરકારની યોજનાની ખબર ન હોય તેવી યોજનાઓ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિચારધારાથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશતા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં સભ્યો દરેક વખતે વધે છે આ વખતે સદસ્યતા અભિયાન નથી, પરંતુ ટ્રેડ સમિતિના સભ્યો બનાવ્યાં છે. જેમાં સમિતિના 58 લાખ જેટલા સભ્યો અને તેઓના પરિવારો છે.

વિધાનસભા ચૂંટણી નહીં પણ આ રાષ્ટ્રીય કાર્યક્રમ : કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી ( gujarat assembly election 2022 ) આવી રહી છે તેને ધ્યાનમાં લઇને કોઈપણ પ્રકારનું જનસંપર્ક અભિયાન ( Elections campaign strategy ) નથી. પરંતુ રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress ) દ્વારા એક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે તમામ રાજ્યોમાં આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પણ આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 10 લાખથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાય તેવી પણ શક્યતાઓ મનીષ દોશીએ દર્શાવી છે.

Gujarat Assembly Election 2022 માટે ગુજરાતમાં પહેલેથી જ રણનીતિઓ ઘડાઈ ગઇ છે

આપ પાર્ટીએ તમામ બૂથ પર આયોજન શરૂ કર્યું : સંગઠન મંત્રી મનોજ સોરઠીયા

જનસંપર્ક અભિયાન ( Elections campaign strategy ) બાબતે આમ આદમી પાર્ટીના ( AAP ) સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને જ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી દીધી હતી. જ્યારે અત્યાર સુધીમાં 15 લાખથી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પરંતુ જો વિધાનસભાની ચૂંટણીની ( gujarat assembly election 2022 ) વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભામાં 55000 જેટલા બૂથમાં એંસી ટકા જેટલા બૂથ ઉપર કમિટીઓ તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે આવનારા દિવસોમાં બાકી રહેલા બૂથ ઉપર પણ કમિટીઓ તૈયાર કરી દેવામાં આવશે. જ્યારે 15 લાખમાંથી સાત લાખ જેટલા સભ્યોને કમિટીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં હજુ પણ આવનારા દિવસોમાં જનસંપર્ક યાત્રા પણ કરવામાં આવશે.

પક્ષમાં કાર્યકરો કેટલા એક્ટિવ તે મહત્વનું : દિલીપ ગોહિલ રાજકીય બાબતોના જાણકાર

રાજકીય પક્ષો દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે તે બાબતે રાજકીય બાબતોના જાણકાર વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી ( gujarat assembly election 2022 ) અથવા તો કોઈપણ ચૂંટણી નજીક હોય ત્યારે જનસંપર્ક અભિયાન ( Elections campaign strategy ) સામાન્ય વાત ગણવામાં આવે છે. પરંતુ તમામ રાજકીય પક્ષોને પોતાના કાર્યકરોની સંખ્યા વધે તેમાં જ વધારે રસ હોય છે. જ્યારે અમુક નેતાઓને પણ પક્ષ દ્વારા ટાર્ગેટ આપવામાં આવે છે. પરંતુ જનસંપર્ક અભિયાનમાં સમાવેશ થયેલા નવા કાર્યકર્તાઓમાં સક્રિય કાર્યકર્તાઓ કેટલા તે પણ મહત્વનું પાસુ ગણવામાં આવે છે. જ્યારે ભારતીય જનતા પક્ષ હંમેશા દાવો કરે છે કે તેઓ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, સ્વાભાવિક છે કે જે પક્ષ સત્તામાં હોય તેના સભ્યોની સંખ્યા વધુ હોય છે. જ્યારે કોંગ્રેસને અમુક સમય કાર્યકર્તાઓ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. જ્યારે અમુક મુદ્દાઓ એવા હોય કે કાર્યકર્તાઓને સંખ્યામાં પણ વધારો થાય છે. આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો વર્ષ 2014માં આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી હતી ત્યારે ગણતરીના જ કાર્યકર્તા હતાં. ત્યારે હવે ફરીથી બીજા તબક્કામાં નવી શરૂઆત કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેટલા થશે તે પણ મહત્વનું છે અને આ વિધાનસભાની ચૂંટણી પણ ખૂબ જ મહત્વની અને ત્રિપાંખિયો જંગ ગણાશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઇ કોંગ્રેસ કારોબારી બેઠક

આ પણ વાંચોઃ ભાજપની ચિંતા અને કોંગ્રેસના ચિંતન વચ્ચે 'આપ' મારશે બાજી !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.