ETV Bharat / city

Gujarat Assembly 2022: શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાઓ ખાલી? હજુ જર્જરિત ઓરડાઓનો કાટમાળ નથી ઉપાડ્યો - ગ્રાન્ટેડ કોલેજ

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યના શિક્ષણપ્રધાન અને રાજ્યની ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ(State Granted Arts Commerce) અને સાયન્સ કોલેજના મહેકમ અંગેના પ્રશ્નો(Madam Science College Questions) બાબતે સવાલો ઉઠાવ્યા હતાં.

Gujarat Assembly 2022: શિક્ષણ વિભાગમાં આટલી બધી જગ્યાઓ ખાલી? હજુ જર્જરિત ઓરડાઓનો કાટમાળ નથી ઉપાડ્યો

author img

By

Published : Mar 22, 2022, 8:46 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ રાજ્યના શિક્ષણ પ્રધાન અને રાજ્યની ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ(State Granted Arts Commerce) અને સાયન્સ કોલેજના મહેકમ અંગેના પ્રશ્નો(Madam Science College Questions ) કર્યા હતા. આ ઉપરાંત સરકારી કોલેજો તથા શાળામાં શિક્ષકો અને આચાર્યની ખાલી જગ્યા બાબતે(Regarding the vacancy of the principal) અનેક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી અનેક જગ્યાઓ ખાલી હોવાનું વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીમાં(quiz in the Gujarat Assembly) રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.

ગ્રાન્ટેડ કોલેજમાં 113 આચાર્ય અને 2177 અધ્યપક ની જગ્યાઓ ખાલી - વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજમાં અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં. જેમાં રાજ્ય સરકારને લેખિતમાં જણાવ્યું છે કે રાજ્યમાં 285 ગ્રાન્ટેડ આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજો આવેલી છે આ કોલેજમાં આચાર્યની 133 અધ્યાપકોને 2177, PTI 167, ગ્રંથપાલ 224 3851 અને વર્ગ-4 ની 251 જગ્યાઓ ખાલી છે આમ ગ્રાન્ટેડ કોલેજમાં(Granted College) આચાર્ય અધ્યાપક ગ્રંથપાલ પીટીઆઈ અને વર્ગ 3 અને 4 ની કુલ 4552 જગ્યાઓ ખાલી છે આમ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભરાય જગ્યાઓ કરતા બે ગણી જગ્યાઓ ખાલી જ્યારે ડાંગ જિલ્લામાં એક પણ ગ્રાન્ટેડ આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજ આવેલ નથી.

આ પણ વાંચો: રાજ્યના 31 જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર 1,450 સિન્ટેક્સ ઓરડાઓ વાપરવા લાયક

સરકારી કોલેજોમાં પણ જગ્યાઓ ખાલી - સરકારી કોલેજની વાત કરવામાં આવે તો પ્રશ્નોત્તરીમાં સરકારે આપેલા જવાબ પ્રમાણે રાજ્યની મહીસાગર બરોડા અને મોરબી જિલ્લામાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સની એક પણ સરકારી કોલેજ આવેલ નથી જ્યારે રાજ્યમાં 105 સરકારી કોલેજમાં વધે તેવી 16 વર્ગ-2ની 522 વર્ગ-3ની 320 વર્ગ-4ની 220 મળીને કુલ 1078 જેટલી જગ્યાઓ ખાલી છે..

સરકારી શાળામાં પણ આચાર્યની ઘટ - સરકારી શાળાની વાત કરવામાં આવે તો રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષકની 16318 આચાર્યની 1028 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકની 730 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 756 અને આચાર્યની 786 તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 774 ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકની 2547 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની 3498 અને આચાર્યની 1775 જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: રાજયમાં તાલુકા શિક્ષકોની 93 અને કેળવણી નિરીક્ષકોની 563 જગ્યાઓ ખાલી

સરકારી ઈજનેર કોલેજમાં ઘટ - કોંગ્રેસના ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય(MLA of Gandhinagar Legislative Assembly) ચાવડાએ વિધાનસભાગૃહમાં રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ષ 2020માં વર્ગ-૩ની ખાલી જગ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો જેમાં રાજ્ય સરકારે પ્રત્યુત્તર આપ્યો હતો કે વર્ગખંડની 278 જગ્યા ખાલી હતી તેમાં વધારો કરીને હાલમાં 298 જગ્યા ખાલી છે ખાલી જગ્યાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે તેમ છતાં પણ અમુક જગ્યાએ વર્ષોથી ખાલી હોવા છતાં તાત્કાલિક ધોરણે જગ્યાઓ ભરવા કોઇ નક્કર કાર્યવાહી કરાતી ન હોવાના આક્ષેપ પણ C J ચાવડા કર્યા હતા, આ ઉપરાંત સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ-1 ની 300 જગ્યાઓ ખાલી છે.

જર્જરીત ઓરડાના કાટમાળ પણ ખસેડવાના બાકી - જ્યારે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં સિન્ટેક્સના ઓરડાઓ તૈયાર કરવામાં આવ્યા છે તે પણ હવે જર્જરિત થયા હોવાના પ્રશ્ન વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હતો ત્યારે 31 ડિસેમ્બર 2020ની પરિસ્થિતિએ sintexના વપરાશલાયક ઓરડાઓની સંખ્યા 3225 હતી. હવે એક વર્ષમાં 708 સીંટેક્ષના બિનવપરાશલાયક ઓરડાઓના કાટમાળ હટાવવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે હજુ પણ સિન્ટેક્સના વપરાશલાયક 2637 કાટમાળ હટાવવાનો બાકી હોવાનું પણ વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં વિગતો સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.