ગાંધીનગર: રશિયા અને યુક્રેન (Russia Ukraine War 2022) વચ્ચે છેલ્લા સતત 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં યુક્રેનમાં ભારત દેશના અનેક વિદ્યાર્થીઓ (indian students stranded in ukraine) ફસાયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા (Operation Ganga Ukraine) શરૂ કરવામાં આવ્યું અને હવે તે રોજના 1500થી વધુ વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે. આજે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022)માં રાજ્યપાલના પ્રવચનની ચર્ચામાં અમદાવાદના એલીસબ્રીજ વિધાનસભાના ધારાસભ્ય (MLA of Ellisbridge Ahmedabad) રાકેશ શાહે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં અત્યારના સમયમાં પાકિસ્તાનના વિધાર્થીઓ (Pakistani Students In Ukraine) ભારત દેશના ઝંડાનો ઉપયોગ કરીને તેમાંથી બહાર નીકળી રહ્યા છે.
પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ભારતના ઝંડાને સહારે
અમદાવાદ શહેરના પ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય રાકેશ શાહે રાજ્યપાલના પ્રવચન પર વિધાનસભા ગૃહયુદ્ધનો મુદ્દો પણ ઉપાડ્યો હતો. યુક્રેનમાં પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ભારત દેશના ઝંડાનો ઉપયોગ કરીને યુક્રેન (national flag of india ukraine)માંથી બહાર નીકળી રહ્યા છે. આ એ વાતની સાબિતી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વૈશ્વિક નેતા છે અને તેઓએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. આમ પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ ત્રિરંગો લગાવીને યુક્રેનની બહાર આવતા હોવાનું નિવેદન રાકેશ શાહે વિધાનસભાગૃહમાં કર્યું હતું.
આ પણ વાંચો: Operation Ganga Ukraine: યુક્રેનથી ડીસાનો યુવક ઘરે પરત આવતા પરિવારમાં ખુશી જોવા મળી
કોંગ્રેસના લોકો કહેતાં વડાપ્રધાન વિદેશમાં જ ફરે છે
ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે વધુમાં પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે વૈશ્વિક નેતા છે. તેઓએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે પહેલાં કોંગ્રેસના જ લોકો કહેતા હતા કે, વડાપ્રધાન બહાર વિદેશમાં જ ફરે છે. આજે બધા દેશો પોતાના વિદ્યાર્થીઓને બહાર લાવી શકતા નથી ત્યારે આપણે અત્યારે તમામ વિદ્યાર્થીઓને પરત લાવી રહ્યા છીએ. જ્યારે તમારા સમયે વડાપ્રધાન ક્યાં ક્યાં જતા હતા એ બધાને ખબર હોવાનો કટાક્ષ પણ કોંગ્રેસ પર રાકેશ શાહે કર્યો હતો.
ભારતના કહેવાથી રશિયાએ યુદ્ધ રોકયું
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય ત્રિરંગાની તાકાતનું વર્ણન કર્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ (Russia Ukraine Crisis) ચાલતું હતું ત્યારે ભીષણ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને બહાર નકાળવા રશિયા સાથે વાત કરીને ભારતે યુદ્ધ રોકાવ્યુ હતું. તે આ દેશ અને ત્રિરંગાની તાકાત છે.
પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ત્રિરંગાના સહારે બહાર નીકળ્યા: સી.આર.પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, યુક્રેનમાં ભયંકર મિસાઈલ (Missile Attack In Ukraine) અને બોમ્બમારો ચાલી રહ્યો હતો. તેવામાંથી ભારતીય ત્રિરંગાના સહારે સલામત રીતે તેઓ બાજુના દેશોમાં પહોંચી શક્યા. બીજી તરફ પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ જીવ બચાવવા કોઈ પણ જાતના ખચકાટ વગર ભારતીય ત્રિરંગો હાથમાં પકડીને સલામત રીતે યુક્રેનથી બહાર નીકળ્યા હતા. આ ભારતીય ત્રિરંગાની તાકાત છે.
16 હજારથી વધુ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લવાયાં
ભારતના લગભગ 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ (Indian Students In Ukraine) માટે ગયા હતા. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા તમામ વિદ્યાર્થીઓએ યુક્રેનમાં ફસાઇ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિદ્યાર્થીઓને બહાર લાવવા યુક્રેનના પડોશી દેશોમાં 4 કેબિનેટ પ્રધાનોને મોકલ્યા. ભારતીય વાયુસેનાને યુક્રેનથી વિધાર્થીઓને લાવવા કામે લગાડાઈ. અત્યાર સુધીમાં 16 હજારથી વધુ વિદ્યાર્થીઓને ત્યાંથી સ્વદેશ પરત લાવીને તેમના ઘરે કોઈ પણ ખર્ચ વગર પહોંચાડી દેવામાં આવ્યા છે.