ગાંધીનગર: વિધાનસભા (Gujarat Assembly 2022)માં સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLAs In Gujarat Assembly)એ ગુજરાતમાં બેરોજગારી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 3.64 લાખ જેટલાં બેરોજગાર યુવાનો (Unemployed youth In Gujarat)છે.
આ પણ વાંચો: Unemployed Kite Festival: જાહેર પરીક્ષાના વિરોધમાં યુવરાજસિંહ જાડેજા કરશે અનોખો વિરોધ
બેરોજગારોમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં 3,46,436 શિક્ષિત બેરોજગાર (Educated unemployed In Gujarat) અને 17,816 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 3,64,252 બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે 2 વર્ષમાં માત્ર 1,278 બેરોજગારોને સરકારી નોકરી (Government jobs to unemployed In Gujarat) આપવામાં આવી છે. 2 વર્ષમાં રાજ્યના ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ, કચ્છ અને આણંદ એમ કુલ 16 જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: MLA Lalit Vasoya Statement on Paper Leak 2021 : પેપર નથી ફુ્ટયું બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ફૂ્ટયું છે
સૌથી વધુ બેરોજગારો
કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ (Congress Press Conference)માં જણાવ્યું છે કે, આ બેરોજગારો સરકારી ચોપડે નોંધાયેલા છે. નહીં નોંધાયેલા બેરોજગારોનો (Unemployment In Gujarat) આંકડો ઉમેરતા રાજ્યમાં 10 લાખ જેટલા યુવાઓ બેરોજગાર છે. સરકારી આંકડા પ્રમાણે સૌથી વધુ બેરોજગારો અમદાવાદ, આણંદ, વડોદરા અને રાજકોટમાં નોંધાયા છે.