ગાંધીનગર: ગઈકાલે વિધાનસભા (Gujarat Assembly 2022)માં કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને 8 કલાક વીજળી (Electricity To Farmers In Gujarat) મળે તે માટે ધરણા કર્યા હતા. આ કારણે કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરીને વિધાનસભા ગૃહની બહાર લઇ જવામાં આવ્યા હતા. પરિણામે કોંગ્રેસે વોકઆઉટ (Congress Walkout From Gujarat Assembly) કર્યું હતું.
આ પણ વાંચો: Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસે કોળી ઠાકોર સમાજ માટે અનામતની માંગ કરતા રાજકારણ ગરમાયું
રજૂઆતનું સકારાત્મક પરિણામ- ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને વીજળી (Electricity To Farmers Of Saurashtra) ન મળતી હોવાના ફોન કોંગ્રેસના ધારાસભ્યો (Congress MLAs Gujarat)ને આવતા હોવાથી તેમણે સરકારમાં રજૂઆત કરી હતી. સરકારે તેમની વાત સમજીને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા વગેરેએ મિટિંગ યોજીને ઊર્જા વિભાગ (Department of energy gujarat)ના અધિકારીઓ સાથે વાત કરીને એવું નક્કી કર્યું છે કે, ખેડૂતોને 8 કલાક સતત વીજળી આપવામાં આવે. તેમાં શરૂઆતના અઠવાડિયામાં ઓછામાં ઓછી 6 કલાક વીજળી આપવામાં આવશે. બાકી રિજેકટ છે તે પછીના દિવસે પૂરી કરવામાં આવશે.
ઓછામાં ઓછી 6 કલાક તો વીજળી મળશે જ- શરૂઆતના અઠવાડિયામાં ઓછામાં ઓછી 6 કલાક તો વીજળી આપવામાં આવશે જ બાકીના કલાકો ઉમેરીને તે પછીના દિવસોમા એડજસ્ટ કરાશે. જો સરકાર વચન નહીં પાળે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન (Congress Protest In Gujarat) કરશે. ખેડૂતો વીજળી મુદ્દે કોંગ્રેસના ધરાસભ્યોનો સંપર્ક કરી શકે છે.